લખતર ભૂતશેરી લખતરિયા શેરી ચોકમાં બોળચોથ નિમિતે ગાય વાછરડાની પૂજા કરી ધન્યતા અનુભવતી લખતરની મહિલાઓ
લખતર ભૂતશેરી લખતરિયા શેરી ચોકમાં બોળચોથ નિમિતે ગાય વાછરડાની પૂજા કરી ધન્યતા અનુભવતી લખતરની મહિલાઓ ભૂતશેરીમાં બાબભા ભૂતના ઘર પાસે આશરે 150 વર્ષથી ગાય વાછરડાની પૂજાનું આયોજન કરવામાં આવે છે
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે વેદ વ્યાસ દ્વારા લખવામાં આવેલ વેદ પુરાણ ઉપનિસિદ માં મનુષ્ય જાતિ સાથે પશુ પક્ષી સહિત 84 લાખ જીવાત્માનું પણ મહત્વ છે તે સમજાવવા માટે થઈને દરેક જીવાત્માના પૂજન અર્ચનનું આયોજન કરી દરેક જીવાત્મા પૃથ્વી માટે મહત્વના છે સાથે તેઓનું પૃથ્વી ઉપર કેટલુ મહત્વ છે તે દર્શાવવા માટે થઈ તેમના પૂજન અર્ચનનું આયોજન કરી વેદ ઉપનિષદ દ્વારા સમજાવવામાં આવ્યું છે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં ભૂતકાળમાં બળદ થી ખેતી કરવામાં આવતી હતી આથી ગાય સાથે વાછરડાનું મહત્વ આમ જનતા સમજે તેમાટે થઈને બોળચોથના દિવસે ગાય અને વાછરડાના પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બોળચોથ નિમિતે લખતર ગામની ભૂતશેરીમાં અને લખતરિયા શેરી ચોકમાં ગાય વાછરડાની પુજાનુ આયોજન કરવામાં આવતા લખતર ગામની શ્રધ્ધાળુ મહિલાઓએ ગાય વાછરડાની પૂજા કરી ધન્યતા અનુભવી હતી
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.