ગાંધીનગર. અડાલજ ખાતે ગુજકોમાસોલની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ગાંધીનગર. અડાલજ ખાતે ગુજકોમાસોલની ૬૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ગુજકોમાસોલ દ્વારા સભાસદ સંસ્થાઓ ને ૨૨% ડિવિડન્ડ જે સમગ્ર દેશમાં સહકારી સંસ્થા દ્વારા આપવામાં આવતું સૌથી વધુ ડિવિડન્ડ છે દિલીપ સંઘાણી વિવિધ જણસોની ખરીદી ગુજકોમાસોલને આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આભાર : બીપીન પટેલ (ગોના)
ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરરન લિ. ની ૧૧મી વાર્ષિક સાધારણસભા શ્રી અન્નપૂર્ણાધામ અડાલજ, ગાંધીનગર ખાતે યોજાઇ. જેમાં રાજ્યસભા સાંસદ શ્રી નરહરીભાઇ અમીન, જી.એસ.સી.બેંકનાં ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સહકારી સંધના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઇ અમીન, ગુજકોમાસોલ બોર્ડના સભ્યો, રાજ્યની વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો, ક્રિભકોના ડાયરેક્ટર શ્રી પરેરાભાઈ પટેલ તથા શ્રી મગનભાઈ વડાવિયા સહીતના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ભાજપ સહકારી સેલના સંયોજક તેમજ ગુજકોમાસોલના વાઈસ ચેરમેન શ્રી બીપીનભાઇ પટેલ (ગોતા) એ સ્વાગત પ્રવચનમાં સહકારી પ્રવૃતિની વાત કરી સૌ મહાનુભાઓને આવકાર્યા હતા તેમજ સરકાર દ્વારા પી.એસ.એસ. (ટેકાના ભાવની ખરીદી) યોજના હેઠળ થતી વિવિધ જણસોની ખરીદી ગુજકોમાસોલને આપવા બદલ કેન્દ્રીય સહકારીતા અને ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રદેરા ભાજપા અધ્યક્ષ શ્રી સી. આર. પાટિલ સાહેબે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ દ્વારા આપણી વિચારધારા વાળા કાર્યકર્તાને કામ કરવાની તક આપવાનો નિર્ણય કરેલ. આજે રાજ્યની ૩૬૦ માંથી ૩૨૬ સંસ્થાઓમાં આ પ્રકારે મેન્ડેટ દ્વારા ચેરમેન, વાઈસ ચેરમેન, તથા બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે વિવિધ સંસ્થાઓમાં કરવામાં આવેલ નિમણૂકની વાત કરી હતી. પાટિલ સાહેબના આ નિર્ણયને સૌ સહકારી કાર્યકર્તાઓ એ એકી અવાજે હર્ષભેર સ્વિકારવા બદલ ખુશી વ્યક્ત કરી સૌનો આભાર
માન્યો હતો. બાદમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ ઉપાધ્યક્ષ શ્રી બીપીનભાઈ પટેલ (ગોતા)નું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણી થઇ રહી છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી પ્રવૃત્તિ ને વધુ વેગવાન બનાવવા સારૂ “સહકાર થી સમૃદ્ધિ"મંત્ર સાથે અલગથી સહકાર મંત્રાલય બનાવવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અભાર માન્યો હતો. તેમજ ગુજકોમાસોલ દ્વારા ૨૨% ડિવિડન્ડ આપવાની લહેરાત કરી હતી. જે સમગ્ર દેશમાં સહકારી સંસ્થા દ્વારા આપવામાં આવતું સૌથી વધુ ડિવિડન્ડ છે. ૨૦% લેખે સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે ડિવિડન્ડ આપી સંસ્થાએ નવો કીર્તિમાન સ્થાપ્યો છે. તદુપરાંત ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ તેમજ ભાવી આયોજનો વિષે સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ ને અંતે ગુજકોમાસોલના ડેરિક્ટર શ્રી વાડીલાલભાઈ પોકારે અભાર વિધિ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.