પોરબંદર નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ સાથે ગૌ વંશની વર્તમાન સ્થિતિનો તાક મેળવતા ડો કથીરીયા - At This Time

પોરબંદર નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ સાથે ગૌ વંશની વર્તમાન સ્થિતિનો તાક મેળવતા ડો કથીરીયા


પોરબંદર નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ સાથે ગૌ વંશની વર્તમાન સ્થિતિનો તાક મેળવતા ડો કથીરીયા

પોરબંદર નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ સાથે ગૌ વંશની વર્તમાન સ્થિતિનો તાક મેળવતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા
તારીખ 25 જૂન ના રોજ પોરબંદર વિસ્તારના પ્રવાસ દરમિયાન પોરબંદર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી તેમજ અન્ય ચેરમેનશ્રીઓ, પદાધિકારીઓ, ચીફ ઓફિસરશ્રી અને કર્મચારીઓ સાથે નગરપાલિકા વિસ્તારમાં રખડતા ગૌવંશના પ્રશ્નના ઉકેલ અર્થે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા ગૌ વંશની વર્તમાન સ્થિતિ, ગાયોનું ટેગીંગ, રજીસ્ટ્રેશન અને માલિકીની તેમજ બિન માલિકીની ગૌવંશના રક્ષણ, આવાસ, પાલન પોષણ અર્થે સવિસ્તાર માહિતીની આપલે કરવામાં આવી હતી. નગરપાલિકાએ અત્યાર સુધી કરેલી કામગીરી ની પ્રશંસા કરી હતી. આગામી સમયમાં સરકારી ખરાબા / ગૌચરની જગ્યામાં સુવિધા યુક્ત “એનિમલ હોસ્ટેલ” બને, શહેરના આગેવાનોની એક માર્ગદર્શક સમિતિ બને તથા NGOને સાથે પરામર્શ જેવા વિષયો પર સઘન ચર્ચા - વિચારણા થઈ હતી. આ બાબતે જનજાગરણ, ઉદ્યોગપતિઓના CSR ફંડ દ્વારા ડોનેશન અને સરકારી યોજનાઓનો લાભ લઇ શ્રેષ્ઠ વ્યવસ્થાપન કરવા સૂચનો કર્યા હતા. આ કાર્યમાં ડો.વલ્લભભાઈ કથીરિયાએ પૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.