પેરેડાઈઝ ફુવારો તંત્રની જાળવણીના અભાવે બન્યો અત્યંત બિસ્માર
એક સમયે પોરબંદરની શાન ગણાતો પેરેડાઇઝનો ફવારો નગરપાલિકાના તંત્રની જાળવણીની ચીવટના અભાવે અત્યંત બિસ્માર બૈની ગયો છે અને તેની ફરતે આવેલી રેલિંગ તુટીફટી ગઈ હોવાથી ગાય જેવા પશુઓ પણ અંદર આંટાફેરા કરતા અને ફુવારાને નુકસાન પહોંચાડતા જોવા મળે છે. છેલ્લા નવ મહિનાથી આ રેલિંગ તુટેલી-ફટેલી હાલતમાં જોવા મળે છે, તેમ છતાં પોરબંદર નગરપાલિકાના તંત્રને તેનું સમારકામ કરાવવા માટેનો સમય નથી અથવા તો ગ્રાન્ટ નથી તેવું લોકો અનુભવી રહ્યા છે. તંત્ર એ વહેલીતકે આ કુવારા ફરતે સમગ્ર રેલિંગનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે તેમ જ બિસ્માર બની ગયેલા કુવારાનું પણ વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જોઈએ.તેવી અહીંથી પસાર થતા લોકો પણ માંગણી કરી રહ્યા છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.