સેક્ટર-17ના એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં જ નુકસાનકર્તા વૃક્ષો
રાજ્યમાં કોનોકાર્પસ વૃક્ષો જમીનમાં નાખવામાં આવેલી પાણીની લાઇન સહિતને નુકશાન કરી શકે છે તેમજ તેનાથી શ્વાસ, દમ એલર્જી જેવી બિમારી થઇ શકતી હોવાથી રાજ્યના મુખ્ય વન અધિકારી દ્વારા વન વિભાગની નર્સરીમાં ઉછેર નહી કરવા તેમજ લોકોને પણ આવા વૃક્ષો નહીં રોપવાની ગાઇડલાઇન જારી કરાઇ છે, પરંતુ સરકારના ઇન્ડેક્ષ-બી વિભાગ હસ્તકના સેક્ટર 17 સ્થિત એક્ઝિબિશન સેન્ટર ખાતે એક હજાર કોનોકાર્પસના વૃક્ષો લહેરાઇ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.