તિરંગા યાત્રામાં વિનામૂલ્યે અપાશે રાષ્ટ્રધ્વજ જેને જમણા હાથમાં પકડીને ચાલશે દેશભક્ત - At This Time

તિરંગા યાત્રામાં વિનામૂલ્યે અપાશે રાષ્ટ્રધ્વજ જેને જમણા હાથમાં પકડીને ચાલશે દેશભક્ત


સવારે 8 વાગ્યે બહુમાળી પાસે દેશભક્તિના કાર્યક્રમોની પ્રસ્તુતિ, 9 વાગ્યે યાત્રાનું ફ્લેગ ઓફ

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગા યાત્રા શુક્રવારે સવારે નીકળશેે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 12 ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, બહુમાળી ભવન ચોકમાં સવારે 8 કલાકે દેશભક્તિના કાર્યક્રમો યોજાશે ત્યારબાદ 9 કલાકે સરદાર વલ્લભ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે. જે રાષ્ટ્રીય શાળા સુધી જશે. યાત્રામાં જોડાનાર દરેકને તંત્ર તરફથી વિનામૂલ્યે તિરંગો અપાશે જે તેમણે જમણા હાથમાં પકડીને ચાલવાનું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.