જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપતા કલેક્ટરશ્રી - At This Time

જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપતા કલેક્ટરશ્રી


જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપતા કલેક્ટરશ્રી
- મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ફરિયાદ સંકલન બેઠક યોજાઇ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૨૦ જુલાઈ - રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જુલાઈ -૨૦૨૪ માસની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ મ્યુનિસિપાલિટી દ્વારા વોટર હાર્વેસ્ટિંગ, બોર, ચાર નવા ચેકડેમો, સિવિલ હોસ્પિટલ અને રેસીડેન્સિયલ વિસ્તારમાં જળસંચયની યોજનાઓ અને પી.જી.વી.સી.એલ.હસ્તકના રૂફ ટોપવાળી યોજના હેઠળ આવેલી અરજીઓ અને ફરિયાદો અંગે ચર્ચાઓ કરાઈ હતી.
કલેક્ટરશ્રીઓ જણાવ્યું હતું કે, જૂની કોર્ટ બિલ્ડીંગ સહિતની અન્ય સરકારી બિલ્ડીંગનો ઉપયોગ મેડિકલ સેવાઓ અને મેડિકલ કોલેજ માટે કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. અને આ માટે જરૂરી કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાયો છે.
ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે રાજકોટ ખાતેની રજીસ્ટ્રાર ઓફિસ, નવી પદ્મ કુંવરબા હોસ્પિટલ, સ્પેશિયલ હોમ ફોર બોયઝની ઈમારત, માધાપર ચોકડીના સર્વિસ રોડ, પુરવઠા વિભાગને મળેલો વધારાનો જથ્થો, હોસ્પિટલ ખાતેના પી.એમ.જે.વાય.ના પોર્ટલ, સિવિલ હોસ્પિટલ ખાતેના એરકન્ડિશન, પંખા, કૂલર સહિતની સુવિધાઓ અંગે અધિકારીશ્રીઓ સાથે ચર્ચાઓ કરી યોગ્ય કાર્યવાહી સત્વરે કરવા તાકીદ કરી હતી.
ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલિયાએ હાલમાં આવેલા ભારે વરસાદના લીધે થયેલા મુંગા પશુઓના મોત, ખેતીના પાકો પર અસર, રસ્તાનું ધોવાણ, ચેકડેમો અને પુલિયા તૂટવા વગેરે અંગે તાત્કાલિક રાહત કામ કરવા જણાવ્યું હતું. આ તમામ રજૂઆતોનું યોગ્ય નિવારણ કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આદેશ આપ્યા હતા.
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જમીન માપણીમાં આવતી અરજીઓ અને નિકાલ થયેલી અરજીઓના લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. જે અંગે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને નિયત સમય મર્યાદામાં કાર્ય કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણવ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ચેતન ગાંધી, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, એ.સી.પી.શ્રી સજ્જનસિંહ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, સહિત સંબંધિત
વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.