જસદણ નજીકના મોટાદડવા ખાતે 700 કિલોનો ભવ્ય શાકોત્સવ ઉજવાયો જેમા ગોવાના ગવર્નર ના સેક્રેટરી તુષારભાઈ જોશી સહિત આગેવાનોએ સ્વામિનારાયણ મંદિરના દર્શન તેમજ શિવાલય ના દર્શન કરી કૃતકૃત્ય થયા - At This Time

જસદણ નજીકના મોટાદડવા ખાતે 700 કિલોનો ભવ્ય શાકોત્સવ ઉજવાયો જેમા ગોવાના ગવર્નર ના સેક્રેટરી તુષારભાઈ જોશી સહિત આગેવાનોએ સ્વામિનારાયણ મંદિરના દર્શન તેમજ શિવાલય ના દર્શન કરી કૃતકૃત્ય થયા


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
મોટાદડવા બી.એ.પી.એસ અક્ષર મંદિર ખાતે આશરે સાતસો કિલોનું શાકનો શાકોત્સવ ઉજવાયો હતો. જેમાં બાજરાના રોટલા ખીચડી તેમજ મોહનથાળ સહિત ની વિધ વિધ વાનગી સાથે ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. જેમાં 900 જેટલા ભક્તોએ પ્રસાદ નો લાભ લીધો હતો. જેમાં ખારચિયા, રામોદ, નાનામાંડવા, તેમજ મોટામાંડવા, સાંણથલી, મોટાદડવા ના ભાવિ ભક્તો જોડાયા હતા. અહીં ગોંડલ અક્ષર મંદિર ના કોઠારી દિવ્યપુરુષ સ્વામી, અમૃતચરણ સ્વામી તથા સત્સંગપ્રિયસ્વામી ,દિવ્યવિઘ્રસ્વામી સહિત અનેક સંતો એ સતસંગ રૂપી નિચોડ ભાવિ ભક્તોને આપ્યો હતો. સાથે વચનામૃત સ્વામીનારાયણ સંપ્રદાય વિશે વિસ્તૃત માહિતી જીવનજીવવાની શૈલીઓ અને ચાવીઓ બતાવી ભક્તિ અને ભાવ મન અને આત્મા વિશે વિશેષ માહિતગાર કર્યા હતા. તેમજ અહીં ગોવાના ગવર્નર ના સેક્રેટરી તુષારભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સ્વામિનારાયણ મંદિરો વિશે તેમજ ગોવાની રસપ્રદ વાતોને જણાવી હતી. તુષારભાઈ જોશી સાથે જયેશભાઇ દવે, મોટાદડવા સરપંચ ભુપતભાઇ વાળા તેમજ ભોજન પ્રસાદના દાતા જાણીતા ઉધોગપતિ અને દડવાના દરેક ક્ષેત્રમાં પોતાનું જાજેરું યોગદાન રહ્યું છે એવા ગિરધરભાઈ વેકરિયા સહિત બટુકભાઈ ઠુંમર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પ્રતિનિધિ તેમજ લાલજીભાઈ તળાવીયા દિનેશભાઇ બાંભણિયા, રમેશભાઈ સોરઠીયા ઉધોગપતિ ભરૂડી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ તકે મોટાદડવાના ચંદુભાઈ ભુવા તેમજ દિલીપભાઈ વરસાણી, ભરતભાઇ પીરોજીયા, ગોપલભાઈ ભુવા, નરેન્દ્રભાઈ ભુવા, મનુભાઈ લાવડીયા ઉપસરપંચ તાલુકા પંચાયત સભ્ય વજુભાઇ ચાવડા સહિત ગિરધરભાઈ વેકરિયા એ અનોખી સેવા આપી હતી. અહીં 900 થી વધુ લોકોએ પ્રસાદ નો લ્હાવો માણ્યો હતો. સંતો મહંતો દ્વારા શાકને પ્રસાદ રૂપમાં શાક બનાવી ભક્તો અમૃત ઓડકાર પ્રાપ્ત થયો હોય તેવી અનુભૂતિ કરાવી હતી. જેમાં માત્ર ભોજન થી નહીં પરંતુ ભજન રૂપી ભક્તિના પીયૂષપાન થી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સર્જાયો હતો. જો કે ગોવાના સેક્રેટરી તુષારભાઈ જોશી ગામના આ સંપ ને જોઈ ગદગદિત બન્યા હતા. તેમજ ભગવાન સ્વામિનારાયણ મંદિરના દર્શન થી ભાવિ ભક્તો ભક્તિમાં લીન બન્યા અહીં શાકોત્સવ સાથે ભક્તિ બંને જોવા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.