ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા સરકારને ઉગ્ર માંગ કરવામાં આવી છે કે જસદણ અને વિંછીયામાં ટેકાના ભાવે મગફળી તથા અન્ય જણસી ખરીદવામાં આવે - At This Time

ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા સરકારને ઉગ્ર માંગ કરવામાં આવી છે કે જસદણ અને વિંછીયામાં ટેકાના ભાવે મગફળી તથા અન્ય જણસી ખરીદવામાં આવે


આજ‌ રોજ‌ તારીખ‌ 20/11/2024 ના રોજ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી વિંછીયા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેતા સરકાર એ તારીખ 11 ના રોજ જાહેરાત કરી હતી કે ટેકાના ભાવે મગફળી તથા અન્ય પાકની ખરીદી કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી જસદણ કે વિછીયા ની અંદર ટેકાના ભાવે એક પણ જણસીની ખરીદી કરવામાં આવી નથી કે નથી હજી સીસીઆઇ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ઉગ્ર માંગ છે કે ટેકાના ભાવે મગફળી તથા અન્ય જણસીની ખરીદી કરવામાં આવે. કારણ કે હાલ અત્યારે ખેડૂતો બેફામ રીતે લૂંટાઈ રહ્યા છે વેપારી માત્ર હજાર રૂપિયા મગફળી ખરીદી છે એક બાજુ સરકારે મગફળીના 1356 રૂપિયા સરકારી ભાવ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ માત્રને માત્ર આ ભાવ છાપા ઉપર અને જાહેરાતમાં છે જસદણ અને વિછીયા ની અંદર આજ દિન સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. તેથી આ વિસ્તારના ખેડૂતો ખૂબ પીડાવી રહ્યા છે તેમ છતાં આ ખેડૂત વિરોધી ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી આગામી દિવસોની અંદર જો આ સીસીઆઇ કેન્દ્રો ટેકાના ભાવે મગફળીના અન્ય જણસીની ખરીદી કરવામાં નહીં આવે તો ન છૂટકે ઉપવાસ ધરણા કરી માર્કેટિંગ યાર્ડને તાળા મારવામાં આવશે એવી ખેડૂત સહ સંગઠન ગુજરાતની માંગ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.