લોકમેળાના રાઈડસ સંચાલકો અંતે ઝૂકયા; સોમવારે હરરાજીમાં ભાગ લેશે
રાજકોટ લોકમેળા અમલીકરણ સમીતી અને કલેકટર તંત્ર દ્વારા આગામી તા.24થી28 ઓગષ્ટ દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં રાઈડસ સંચાલકોએ અંતે ઝુકી હરરાજીમાં ભાગ લેવા માટે તૈયારી દર્શાવી દીધી છે.
રાજકોટ લોકમેળા અમલીકરણ સમીતી અને કલેકટરતંત્ર દ્વારા આગામી તા.24થી28 ઓગષ્ટ દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમી લોકમેળાના રાઈડસ સંચાલકોએ અંતે ઝુકી તા.12 ઓગષ્ટને સોમવારના યોજવામાં આવેલી હરરાજીમાં ભાગ લેવા માટે તૈયારી દર્શાવી દીધી છે.
રાઈડસ સંચાલકોએ અગાઉ રાઈડસ માટે ફાઉન્ડેશન એન.ડી.ટી. સોલ રિપોર્ટમાં રૂા.દોઢ લાખનો ખર્ચ થતો હોવાથી તેમાં છુટછાટ આપવાની માંગણી સતત દોહરાવી ત્રણ વખત હરરાજીનો બહિષ્કાર કરી લોકમેળો રાઈડસ વગર જ આયોજીત કરવો પડે તેવા સંજોગોમાં નિર્માણ કર્યુ હતું.
તેની સામે વહીવટીતંત્રએ પણ એસ.ઓ.પી.માં કોઈપણ જાતનો બાંધછોડ કરવાનો ઈન્કાર કરી દીધો હતો જે બાદ અંતે રાઈડસ સંચાલકોએ ઝુકી હરરાજીમાં ભાગ લેવા માટે તૈયારી દર્શાવી દીધી છે. તેની સામે તેઓ સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે તેઓ પાલન કરી શકે તેમજ ફાઉન્ડેશન તેમજ એન.ડી.ટી. અને સોલ રિપોર્ટનું પાલન કરી શકે તે માટે તેઓને વહીવટીતંત્ર દ્વારા નિષ્ણાંત ઈજનેર-તજજ્ઞ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવે. તે માંગણી તેઓએ વહીવટીતંત્ર પાસે મુકી છે.
રાઈડસ સંચાલકોએ હરરાજીમાં ભાગ લેવા માટે ઝુકતા લોકમેળા અમલીકરણ સમીતી દ્વારા પ્રાંત-1 કચેરી જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આગામી તા.12ને સોમવારના બપોરના 4 કલાકે આખરી હરરાજી મુકરર કરી દેવામાં આવી છે.
જેમાં કેટેગરી એ ખાણીપીણી બી-1 કોર્નર ખાણી-પીણી કેટેગરી એકસ આઈસક્રીમ કેટેગરી-ઝેડ (ટી કોર્નર) ઈ-યાંત્રીક કેટેગરી ઓફ યાંત્રીક, કેટેગરી જી-એચ યાંત્રીકના સ્ટોલ-પ્લોટની હરરાજી કરવામાં આવશે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ટી.આર.પી. ગેમઝોન અગ્નીકાંડ બાદ આ વખતે લોકમેળાના સ્ટોલ ઘટાડી 235 કરી દેવામાં આવેલ છે. જેમાં 165 સ્ટોલની ફાળવણી કરી દેવામાં આવી છે. જયારે 70 જેટલા સ્ટોલ-પ્લોટ રાઈડસ સંચાલકો અને આઈસ્ક્રીમના વેપારીઓએ એ.ઓ.સી.ના કડક નિયમો, જીએસટી સહિતના મુદે જકકી વલણ દાખવતા અને હરરાજીમાં સતત ત્રણ વખત ભાગ નહીં લેતા ફાળવાયા વગરના રહ્યા છે. જેના પગલે આ વખતે લોકમેળો રાઈડસ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામેલ છે.
પરંતુ બાજી સરકી જાય તે પહેલા જ રાઈડસ સંચાલકોએ ઢીલા પડી એસ.ઓ.પી.ના નિયમોની પૂર્તિ માટે તેઓને ઈજનેરનું માર્ગદર્શન પુરું પાડવામાં આવે તો તેઓએ હરરાજીમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી દીધી છે. આ માટે કેટલાક રાઈડસ સંચાલકોએ કલેકટર તંત્રના અધિકારીઓ સાથે પણ બેઠક કરી આવતા આ ગુંચવાયેલુ કોકડું ઉકેલાય જવા પામેલ છે.
આઈસ્ક્રીમના 11 વેપારીઓએ પણ હરરાજીનો બહિષ્કાર કર્યો હતો. અગાઉ આઈસ્ક્રીમના 11 સ્ટોલ હતા તે તમામ વધુ ભાડા ચૂકવી આપી દેવા મામલે તંત્ર સાથે સહમતી થવા પામી હતી. પરંતુ વહીવટીતંત્રે સ્ટોલ વધારી દેતા આઈસ્ક્રીમના વેપારીઓએ પણ રાઈડસ સંચાલકોની સાથે હરરાજીનો બહિષ્કાર કર્યો હતો.
હવે સોમવારે લોકમેળા સમીતી દ્વારા રાઈડસના પ્લોટ-સ્ટોલ માટે આખરી હરરાજીમાં ભાગ લેવા માટે રાઈડસ સંચાલકોની સાથે આઈસ્ક્રીમના વેપારીઓ પણ બેસી જાય તેવી શકયતા રહેલી છે. રાઈડસ સંચાલકો પ્લોટ માટેની હરરાજીમાં ભાગ લેવાની તૈયારી દર્શાવતા હવે ભાતીગળ લોકમેળામાં લોકોને રાઈડસની રંગત માણવા મળશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.