દારૂડીયા પતિએ અલગ રહેતી પત્નીને દસ્તાવેજ દેવા બોલાવી મારમાર્યો - At This Time

દારૂડીયા પતિએ અલગ રહેતી પત્નીને દસ્તાવેજ દેવા બોલાવી મારમાર્યો


ભાવનગર રોડ ફાયર બ્રિગેડ પાસે દારૂડીયા પતિએ તેનાથી અલગ રહેતી પત્નીને દસ્તાવેજ અને કપડા દેવા બોલાવી બે-ફામ ઢીકાપાટુનો મારમારતાં સારવારમાં અત્રેની સીવીલે ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ જકાત નાકા પાસે રહેતાં હમીદાબેન ઈમરાનભાઈ બ્લોચ (ઉ.વ.45) ને તેનાથી અલગ રહેતા તેના પતિ ઈમરાને તેમના દસ્તાવેજ અને કપડા આપવા માટે ફાયરબ્રિગેડ પાસે બોલાવી હતી જયાં હમીદાબેન પહોંચતા ઈમરાન અને અજાણ્યો શખ્સ દારૂના નશામાં ઉભેલ હતાં. અને તેમને ફરીવાર મને અહિ બોલાવી નહી તેવું કહેતા બંન્ને ઉશ્કેરાયા હતાં. અને કપડા ફાડી નાખી ઢીકાપાટુનો માર માર્યો હતો.
વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે મારો પતિ રીક્ષાચાલક છે. અને દારૂ પિવાની કુટેવ ધરાવે છે. જેને અલગ-અલગ જગ્યાએથી વ્યાજે રૂપિયા લીધા હતાં. જેનું વ્યાજ હું મંજુરી કામ કરી ભરપાઈ કરતી હતી. થોડા દિવસથી હું બિમાર રહેતાં તેમને મને તરછોડીને તેની માતા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. અનેકવાર કારણ વગર બોલાવીને ઝઘડો કર્યા કરતો હતો. સામાપક્ષે મારામારીમાં હમીદાબેને કાચની બોટલના ઘા કરતા તેના પતિ ઈમરાન સિંકદર બ્લોચ (ઉ.વ.35) ને હાથ અને પગમાં ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.