જુની અદાવતનો ખાર રાખી મચ્છીના ધંધાર્થી પર ચાર શખ્સોનો હુમલો - At This Time

જુની અદાવતનો ખાર રાખી મચ્છીના ધંધાર્થી પર ચાર શખ્સોનો હુમલો


ભગવતી સોસાયટીમાં જુની અદાવતનો ખાર રાખી મચ્છીના ધંધાર્થી પર રહીમ જામનગરી સહીતના શખ્સોએ હુમલો કરી ધમકી આપતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ભગવતી સોસાયટી શેરી નં.2માં દૂધસાગર રોડ પર રહેતા હાજીભાઈ મુસાભાઈ હાલા ઉ.વ.50 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તનજીમ, મજીદ, રહીમ જામનગરી તેમજ અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે તેઓ મચ્છીનો વેપાર કરે છે. ગઈકાલે સાંજના છ વાગ્યાના આસપાસ તેઓ ઘરે હતા ત્યારે રહીમનો ફોન આવેલ અને કહેલ કે તમે સીદીકી મસ્જીદ પાસે આવો તેથી તેઓ મસ્જીદ પાસે જતા ત્યાં રહીમ જામનગરી, મજીદ, તનજીમ સહીતના શખ્સો ઉભા હતા અને રહીમે કહેલ કે એક વર્ષ પહેલા તમારા સંબંધી હારુનભાઈનું મકાન જે તમારી બાજુમાં હતુ તે મને પૂછયા વગર કેમ વેચાણ કરીને બીજાને આપી દીધેલ છે તેમ કહી ઝઘડો કરવા લાગેલ અને ગાળો આપી ચારેય શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા.
ઉપરાંત રહીમે તેની પાસે રહેલ છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન લોકો એકઠા થઈ જતા આરોપીઓ નાસી છુટયા હતા બાદમાં તેઓને સારવાર અર્થે 108 મારફતે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે થોરાળા પોલીસે ગુન્હો નોંધી આરોપી શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.