પ્રખ્યાત ધામ મહાકાળી કંથારપુરા વડનું મોટુ ડાળું તૂટી પડ્યું છતાં વનવિભાગ અંધારામાં - At This Time

પ્રખ્યાત ધામ મહાકાળી કંથારપુરા વડનું મોટુ ડાળું તૂટી પડ્યું છતાં વનવિભાગ અંધારામાં


ગુજરાતનું સૌથી મોટુ હેરિટેજ વૃક્ષ તરીકે જાણીતું કંથારપુરા મહાકાળી વડ જે ગાંધીનગર જિલ્લામાં આવેલ છે જે 500 વર્ષ પુરાણું વડવૃક્ષ છે આ વડની નીચે મહાકાળી માતાનું મંદિર પણ આવેલ છે જે વડની મુલાકાત આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લઇ ચુક્યા છે. આ મહાકાળી વડનું નિર્માણ કાર્ય ચાલુ છે ત્યારે તારીખ 23/07/2024 ના રોજ સાંજે 9 કલાકની આસપાસ વડનું મોટુ ડાળું તૂટી પડતા નીચે રોજગારી કરીને જીવન નિર્વાહ કરતા ગામના વેપારીઓની લારીઓમાં ગણું બધું નુકસાન થયું છે સારુ થયું કે દિવસે આ વડનું ડાળું ન પડ્યું નહીંતર દિવસે ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો આ વડની મુલાકાતે તેમજ દર્શનાર્થે આવતા હોય છે આમ વડનું નિર્માણ કરવાને બદલે વડનું નુકસાન થઇ રહ્યું છે છતાં ગાંધીનગર વન વિભાગની ટીમ આ વિશ્વ વિખ્યાત વડને ડોકિયું કરવા પણ આવી નથી.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.