દામનગર નગરપાલિકા ના કોન્ટ્રક મેળવી ગૌસેવકો પણ ધંધે ચડ્યા એક વર્ષ માટે ભૂગર્ભ ગટર નું મેન્ટનેસ ૬ લાખ માં થતું કામ બીજા વર્ષે ૧૬ લાખ માં અપાયું
દામનગર નગરપાલિકા ના કોન્ટ્રક મેળવી ગૌસેવકો પણ ધંધે ચડ્યા
એક વર્ષ માટે ભૂગર્ભ ગટર નું મેન્ટનેસ ૬ લાખ માં થતું કામ બીજા વર્ષે ૧૬ લાખ માં અપાયું
દામનગર નગરપાલિકા ની આવશ્યક સેવા ઓના કોન્ટ્રક મેળવી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા પણ ધંધે ચડી ગઈ લાખો રૂપિયા ની માસિક આવક કોન્ટ્રક પ્રથા ની મેળવી શકાતી હોય તો સામાજિક હિત ને નેવે મુકવા માં શુ વાંધો ? રસ્તા રિસ્ટોરેશન માટે શહેર ની જાણીતી ગૌસેવી સંસ્થા એ પણ પેવર બ્લોક રસ્તા રિપેરીગ માં જોતરાઈ ગઈ ગુજરાત ગેસ એજન્સી એ શહેર ભર ગેસ લાઈન નાખવા કરેલ ખાડા પુરવા પાલિકા ને ૭૨ લાખ વળતર ચૂકવ્યું હતું શહેર ના ૬ વોર્ડ ના રસ્તા રીસ્ટોરેશન નું કામ ૭૨ લાખ માં કરવા ગત તા.૧૪/૧૦/૨૩ ના રોજ અમરેલી ની ખાનગી એજન્સી સાથે પેવર બ્લોક રસ્તા રીફિટીંગ નું પ્રતિ મીટર ૧૯૦ રૂપિયા થી અને વાટા નું પ્રતિ મીટર નું રૂપિયા ૧૪-૫૦ થી કરવા ઓફ લાઈન ટેન્ડર કર્યું હતું તે સંદર્ભ માં તા.૧૫/૧૦/૨૨ થી પત્ર જા નં એસ્ટા/૩૮૬/૨૦૨૨ થી ગર્વિશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને વર્ક ઓડર આપ્યો હતો અને એક વર્ષ માં શહેર ભર ના પેવર બ્લોક રસ્તા ઓ રિપેરીગ કરવાની શરતો માટે કામ કરતી એજન્સી સાથે એગ્રીમેન્ટ કરાયું હતું આ કામ વર્ક ઓડર તા ૧૫/૧૦/૨૨ થી આપ્યો જે કામ તા.૧૪/૧૦/૨૩ ના રોજ પૂર્ણ કરવા ના બે મહિના પહેલા પાલિકા શાસકો એ ત્રણ ગણી રકમ થી આજ કામ સ્થાનિક સદસ્ય એ પસંદ કરેલ એજન્સી ને ફરી ઓન લાઈન ટેન્ડર ત્રણ ગણી રકમ વધારી ને કરી આપ્યું ગુજરાત ગેસ એજન્સી પાસે મેળવેલ ૭૨ લાખ ના વળતર ઉપરાંત સ્વ ભંડોળ અને દર વર્ષે રસ્તા રિપેરીગ માટે ગુજરાત સરકાર દ્વારા ફાળવતી ગ્રાન્ટ એમ મળી રસ્તા રિપેરીગ નું કામ ત્રણ ગણી રકમ થી ગૌસેવી સંસ્થા ને ધંધે ચડાવી દીધી દામનગર શહેર માં ભૂગર્ભ ગટર મેન્ટનેસ નું કામ વર્ષ ૨૦૨૧ માં માત્ર ૬ લાખ માં અપાયું હતું તે કામ એજ એજન્સી ને વર્ષ ૨૦૨૩/૨૪ માટે ૧૬ લાખ માં અપાયું અહો વિચિત્રમ પાલિકા તંત્ર ની માયાજાળ જગત ના મહાન જાદુગરો થી પણ મોટી માયાજાળ છે શહેર નો એરિયા વધ્યો નથી એક મીટર ભૂગર્ભ ગટર વધી નથી તેમ છતાં જે વાર્ષિક કોન્ટ્રાક ૬ લાખ થી ચલાવતો હતો તે એકાએક ૧૬ લાખ માં આપી પાલિકા શાસકો અને કોન્ટ્રાકટર એજન્સી સરકારી નાણાં ની સીધી ઉચાપત કરી રહ્યા છે આ મોદી હૈ તો મુમકીન હે ચેરીટી માં નોંધાયેલી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સેવા મૂકી ધંધે ચડી મોટા ભાગે બિન અનુભવી અને બિન કાર્યક્ષ્રમ આવી સંસ્થા ઓ સરકારી કામો મેળવવા ચૂંટાયેલ સદસ્યો સાથે મળી સરકારી કામો ના કોન્ટ્રક મેળવી રહી છે દામનગર નગરપાલિકા નો ખુલ્લો ભ્રષ્ટાચાર શહેરી વિકાસ વિભાગ ના પરીપત્ર ઠરાવ નાણાં વિભાગ ની નીતિ ઓ નેવી મૂકી બેફામ સરકારી નાણાં ની કાયમી ઉચાપત કરવા રીતસર ની ગોઠવણ કરી છે પ્રાદેશિક કમિશનર અને શહેરી વિકાસ વિભાગે આ અંગે તાકીદે નિયંત્રણ તપાસ કરી કાર્યવાહી કરવા ની માંગ સ્થાનિક કક્ષા એથી કરાય છે સારી કન્ડિશન ના પેવર બ્લોક રસ્તા ઉખેડી નવા નાખવા નું કામ સતત ચાલતું રહે છે પેવર બ્લોક ના ઉત્પાદક પાલિકા સદસ્યો ની દુકાનો ધમધમતી રાખવા બિન સંપાદિત રસ્તા ગૌચર પડતર સરકારી મેદાનો ખાનગી માલિકી ગમે ત્યાં પેવર બ્લોક રસ્તા ગોતી ગોતી ને મઢી દેવાય છે હવે કુંભનાથ તળાવ ખાલી થશે એટલે તળિયે પણ પેવર બ્લોક નાખી દેવાશે દામનગર નગર પાલિકા ના ગેર વહીવટ ની વિગતે પ્રાદેશિક કમિશનર અને શહેરી વિકાસ વિભાગ માં આધાર પુરાવા સાથે રજૂઆતો કરાય છે ત્યારે યોગ્ય પગલાં નહિ લેવાયો તો વડી અદાલત માં જાહેર હિત ની અરજ પણ કરાશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.