માધાપર ચોકડી પાસે ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન માધાપર ચોકડી પાસેથી એક શખ્સને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોર્ડના અમીનભાઇ અને પ્રશાંત ગજેરા અને મશરીભાઇ, મુકેશભાઇ વિ.એ 1પ0 ફુટ રોડ, માધાપર ચોકડી પાસે અર્જુન કાંતિભાઇ ભગડીયા રે. રૈયા ચોકડી, ઓવર બ્રીજ નીચે રાજકોટને પકડી બાઇક નં. જીજે 10 કયુ 9953 કિ. રૂા. 14000 સાથે ઝડપી લીધો હતો.
આ બાઇક ચોરીનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ ગુનો નોંધાયો હતો. જેને ભેદ ઉકેલ્યો હતો. આ કામગીરી પો.ઇન્સ. એસ.આર.મેઘાણી તથા પો.સબ.ઇન્સ. એસ.બી.જાડેજા તથા પો.હેડ કોન્સ. મશરીભાઇ ભેટારીયા તથા રવીભાઇ ગઢવી તથા શબ્બીરખાન મલેક તથા પો.કોન્સ. અમીનભાઇ ભલુર, રોહિતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરાએ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
