પાણીમાં ખુલ્લો પડેલ વીજતારે કોલેજીયન યુવતીનો ભોગ લીધો, કલ્પાંત છવાયો
શહેરનાં હરિદ્વાર હાઇટ્સ બી વિંગમાં રહેતી યુવતી ગઈ કાલે રાત્રે ચાલું વરસાદે કોઈ કામ સબબ વાહન લઈ જતી હોય ત્યારે શહેરના નાનામવા રોડ પરથી પસાર થતાં ચાલુ વાહને પાણીમાંથી વીજશોક લાગતા બેભાન થઈ ગઈ હતી. બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ યુવતીએ દમ તોડી દિધો હતો.
યુવતીના મોતથી તેઓનાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હરિદ્વાર હાઇટ્સ બી વિંગમાં રહેતી નિરાલીબેન વિનોદભાઈ કુકડીયા (ઉ.વ.22) નામની યુવતી ગઈ કાલ રાત્રિના આઠેક વાગ્યા આસપાસ ચાલું વરસાદે પોતાનાં વાહન લઈને જતી હોય.
ત્યારે નાનામવા રોડ નજીક આવેલ સત્યસાંઈ હોસ્પિટલ પાસેથી પસાર થતી હોય ત્યારે નજીકમાં રોડ પર પહોચતા ત્યાં વીજપોલનો તૂટેલો વાયર પાણીમાં પડ્યો હોવાથી પાણીમાં ચાલુ વીજવાયરમાંથી યુવતીને વીજ શોક લાગતાં બેભાન થઈ ઢળી પડી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ જતા તેણીને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા. પરંતુ ટુકી સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવીલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી અભ્યાસ કરતી હોવાનું અને કામ સબબ બહાર નિકળી હતી ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.