રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાનો બીજો કેસ - At This Time

રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાનો બીજો કેસ


રાજકોટ મહાનગરમાં છેલ્લા બે દિવસમાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે. તાજેતરમાં જામનગર ગયેલા 54 વર્ષના એક મહિલાનો ટેસ્ટ કરવામાં આવતા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ મહિલા ગાંધીગ્રામના શ્યામનગર વિસ્તારમાં રહે છે અને તેમની તબિયત સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગે કહ્યું હતું. દરમ્યાન વન વીક, વન રોડ ઝુંબેશમાં પણ આરોગ્ય શાખા કોરોના ટેસ્ટ સહિતની આરોગ્ય ચકાસણી કરવા લાગી છે તે ઉલ્લેખનીય છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.