સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા નેશનલ હાઇવે ૫૬ પર નેત્રંગ ના ખરેઠા તેમજ ચાસવડ ગામ પાસે ભુવા પડતા અકસ્માતનો ભય.
નેત્રંગ પંથકમા ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન વરસેલ સાંબેલાધાર વરસાદ ને લઇને ગ્રામ્ય વિસ્તાર થી લઇ ને મુખ્ય રાજમાર્ગો ના નિર્માણમા થયેલ બેફામ ગોબાચારીને લઇ ને ખિસ્સા ભર નીતીના કારણે આજની તારીખ મા પાકા રોડ રસ્તાઓને ભષટાચાર ની ઉધઈ કોતરી ખાતા ચારે તરફ ના રોડ રસ્તાઓ ખેતરાળી ચીલા વાળા રસ્તાઓ કરતા પણ બદતર હાલત થઈ જતા આમ જનતા તોબા પોકારી ઉઠી છે.
ત્યારે કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળનો અંબાજી થી લઇ ને ઉમરગામને અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ નેશનલ હાઇવે નેત્રંગ તાલુકા માંથી પસાર થતા આ રોડ પર ઠેરઠેર ખાડાઓનુ સામ્રાજ્ય ઉભુ છે જ, ત્યા તો તાલુકાના ચાસવડ તેમજ ખરેઠા ગામ પાસે આ રોડ ઉપર ભુવા પડતા આમ જનતાને અકસ્માત નો ભય સંતાવી રહ્યો છે. નેશનલ હાઇવે વિભાગ નેત્રંગ ના મોવીથી લઈ ને કવચીયા સુધી આ રોડ પર સત્વરે ખાડાઓ તેમજ ભુવા પુરવાની કામગીરી કરે તેવુ આમ જનતામા ચચાઁઇ રહ્યુ છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.