રાજકોટ મનપા દ્વારા રૂ. 3.20 કરોડનાં ખર્ચે સર્વેશ્વર ચોકમા બોક્સ કલવર્ટથી આધુનિક વોકળો બનાવાશે, મલ્ટીલેવલ પાર્કિંગ નહીં બને
રાજકોટનાં સર્વેશ્વર ચોકમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં વોકળા પરનો સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. આ બાદ મનપાએ અહીં નવો વોંકળો બનાવવાનો નિર્ણષ કર્યો હતો. જો કે, કામ શરૂ થાય તે પહેલાં જ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી બની જતાં કામ ત્રણેક મહિના પાછું ઠેલાયું હતું. હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સર્વેશ્વર ચોકમાં આ વોકળા પર બોક્સ કલવર્ટથી નવો વોકળો બનાવવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જેને લઈને ચોમાસા પછી રૂ. 3.20 કરોડના ખર્ચે તૈયાર થનાર આ આધુનિક વોકળાની કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે, અહીં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા માટે કન્સલ્ટન્ટ નિમવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જેને લઈને હવે અહીં મલ્ટીલેવલ પાર્કિંગ બનશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.