મનહર પ્લોટમાં આવેલ ડેલામાંથી 70 વર્ષ જુના ત્રાંબા અને પિતળના વાસણોની ચોરી - At This Time

મનહર પ્લોટમાં આવેલ ડેલામાંથી 70 વર્ષ જુના ત્રાંબા અને પિતળના વાસણોની ચોરી


મનહર પ્લોટમાં નિવૃત્ત શોપ ઇન્સ્પેકટરના ડેલામાંથી 70 વર્ષ જુના ત્રાંબા અને પિતળના વાસણોની ચોરી કરી તસ્કરો નાસી છુટતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ગોંડલ રોડ પર વિજય પ્લોટ શેરી નં.7માં વેલજીભાઇ સવજીભાઇ મકવાણા (ઉ.વ.80)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મહાનગરપાલિકામાં શોપ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા હતા. તેઓને મંગળા મેઇન રોડ પર મનહર પ્લોટ શેરી નં. 13/25 પાસે 60 વારનો ડેલો આવેલ છે. જેમાં આવેલ ચાર રૂમમાં ત્રાંબા અને પીતળના વાસણો રાખેલ હતા. ગત તા. 1પ-9ના તેઓ ઘરેથી તેમના ડેલા પર આંટો મારવા ગયેલ હતા. જયાં તેઓના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રૂમની અંદર કબાટમાં રાખેલ વસ્તુઓ વેરવિખેર હાલતમાં પડી હતી તેમજ અન્ય રૂમ ચેક કરતા અન્ય રૂમના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.
રૂમમાં રાખેલ જુના ત્રાંબાના અને પિતળના 16 જેટલા વાસણો રૂા. 70 હજારનો મુદામાલ જોવામાં આવેલ નહીં જેથી બાજુમાં આવેલ ફલેટના સીસીટીવી કેમેરા જોતા તેમાં બે અજાણ્યા શખ્સો ડેલાની પાછળની દિવાલથી ગૃહપ્રવેશ કરી ચોરીને અંજામ આપી નાસી છુટતા જોવા મળ્યા હતા.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.