બાકોર પોલીસે બામરોડા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ગામે થયેલ ઘરફોડ ચોરીના અનડીટેક ગુન્હાને ડીટેક કરી ચોરીમા ગયેલ મુદામાલ સોના ચાંદીના કીમત રૂપિયા 4,09,936 નો મુદ્દામાલને રીકવર કરતી બાકોર પોલીસ..પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિર્દેશક આર.વી.અસારી તેમજ મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વિવેક ભેડા નાઓએ મહીસાગર જીલ્લામાં બનેલ મિલકત સંબધી અનડીટેક ગુનાઓને ડીટેક કરવા સુચના કરેલ હોય અને જેને અનુસંધાને બાકોર પોલીસ મથક ખાતે નોધાયેલ બામરોડા ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને મહીસાગર જીલ્લા પોલીસ તેમજ મહીસાગર એલ.સી.બી પોલીસની મદદ મળવીને ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓ પોતે તથા પોતાના સાગરીતો ભેગા મળી આ ચોરી કરેલ અને આ ચોરીમા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અમોએ સરખા ભાગે પાંત્રીસ પાંત્રીસ હજાર વહેચી લીધેલ અને સોના ચાંદીના દાગીના પોતાના ઘરે છુપાવી રાખેલ હકીકત જણાવેલ હતી.જેથી આ આરોપીઓનુ ટ્રાન્સફર વોરંટ મેળવી ડુંગરપુર જેલમાંથી કબજો મળવી અટક કરી મુદામાલ સંબંધે પુછપરછ કરી આરોપીઓના ઘરે સોના ચોરીમા ગયેલ મુદામાલ કીમત 4,09,936 નો મુદ્દામાલ રીકવર કરી અને આગળની તપાસ હાથ ધરવામા આવેલ હતી.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.