સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
સાયલા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાય અને ખેલ ભાવના નું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અલગ અલગ ક્લસ્ટર પ્રમાણે કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી બે મહિલા શિક્ષિકાઓની ટીમોએ પણ ભાગ લીધો હતો. જે આજ સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે, મહિલા શિક્ષિકાઓએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હોય. તમામ શિક્ષકોએ ખૂબ જ સારી રીતે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું. જેમાં પુરુષ માં નાગડકા ક્લસ્ટર ની ટીમ ફાઇનલ મેચ જીતી અને વિજેતા બની હતી.અને મહિલાઓની ટીમમાં દુર્ગા ટીમ વિજેતા બની હતી. મહેન્દ્રસિંહ ગોહિલ ને પ્લેયર ઓફ ધ સિરીઝ નો ખિતાબ આપી નવાજવામાં આવ્યા. ટોપ સ્કોરર તરીકે ગૌરવભાઈ પટેલ તથા ટોપ બોલર તરીકે ધાનાભાઈ ભરવાડ ને ટ્રોફી આપી સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ મહિલા વિભાગમાં રેખાબેન પરમાર અને જ્યોતિબેન મોઢેરાને સારા પ્રદર્શન બદલ ટ્રોફી આપી નવાજવામાં આવ્યાહતા.
વિજેતા ટીમને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, દેવાભાઈ સભાડ ના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમજ રોકડ રકમ પુરસ્કાર રૂપે આપી, પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ઉપવિજેતા ટીમ ધાંધલપુર ને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જોરુભાઈ ખવડ અને મંત્રી ભરતભાઈ જોશી દ્વારા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરેલ. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.આર.સી કો-ઓર્ડીનેટર ઘનશ્યામભાઈ તેમજ સી.આર.સી કો-ઓર્ડીનેટર મશરૂભાઈ મુંધવા તેમજ તાલુકાના ઉત્સાહી શિક્ષક રામભાઈ ઠાકર અને સાયલા ક્રિકેટ ક્લબ ના યુવાનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવેલ હતી.
રિપોર્ટર, રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.