જસદણમાં મારો વોર્ડ મારી ફરજ અંતર્ગત “આપ” ના કાર્યકરો દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવેલ
જસદણમાં "આપ" ના કાર્યકરો દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવેલ જેમાં "આપ"ના તાલુકા પ્રમુખ હિતેશ ખાખરીયાએ જણાવેલ કે "મારો વોર્ડ મારી ફરજ અંતર્ગત જસદણમાં વોર્ડ નંબર પાંચ ચિતલીયા રોડ ઉપર ઘણા સમયથી કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા. જે જસદણ નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કામ કરવામાં ન આવતા અમે જાતે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા, શહેર પ્રમુખ ભરતભાઈ ભાલાળા, તાલુકા મહામંત્રી પરેશભાઈ શેખલીયાની આગેવાની હેઠળ વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર દ્વારા સફાઈ કામ કરાવવામાં આવેલ હતું. જેમાં કોર્પોરેટર રવિન્દ્રભાઈ છાયાણી, કોર્પોરેટર રીંકલબેન સિદ્ધપરા, કોર્પોરેટર ઘનશ્યામભાઈ સાકીયા, કોર્પોરેટર અસમાબેન પરમાર, કોર્પોરેટર સરોજબેન નાંદપરા તેમજ કાળુભાઈ નાંદપરા સહિતના કાર્યકરો અને લોકોએ સાથે મળીને ચિતલિયા રોડની સાફ સફાઈ કરી હતી."
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.