શ્રી રામના નાદ સાથે રામદેવપીરના મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નાનાવડદલા ગામ ખાતે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે નાના વડદલા ગામના રામભકતો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.મહીસાગર જિલ્લામાં આજે ઠેર-ઠેર જય જય શ્રીરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.અયોધ્યા ખાતે ભવ્ય શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે.જેને લઈ સમગ્ર દેશભરમાં રામોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા બાદ લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામ ખાતે આવેલ રામદેવપીરના મંદિર થી રામ ભક્તો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતુ.જયારે આ રેલીમાં બાળકો શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણના વેશ ભૂંસામાં સજ્જ થઈ બાળકો રેલીમાં જોડાયા હતા.જયારે મોટી સંખ્યામાં રામભકતો ઉમટી પડ્યા હતા.ડીજે ના તાલ સાથે નિકળેલી.શોભાયાત્રા જય શ્રી રામ ના નારા સાથે સેમારાના મુવાડા તેમજ નાનાવડદલા ગામમા ફેરવવામા આવી હતી.સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું અને જય શ્રી રામ ના નારાઓથી ગુંજી ઉઠ્યુ હતુ...
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.