જસદણ વીંછિયા પંથકમાં શિવાલયો મહાદેવહર ના નાદથી ગુંજ્યા: શિવભકતો ભાવ વિભોર - At This Time

જસદણ વીંછિયા પંથકમાં શિવાલયો મહાદેવહર ના નાદથી ગુંજ્યા: શિવભકતો ભાવ વિભોર


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
આજે સોમવારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જસદણ વીંછિયા પંથકનાં શિવાલયો ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યા હતા આજે વહેલી સવારથી વાજસુરેશ્વર મંદીર, ઘેલાં સોમનાથ, બિલેશ્વર, જસદણ, વીંછિયા, લાલકા, દેવપરા, આટકોટ, વિરનગર, કનેસરા, કોઠી, લીલાપુર, ગામ સહિતનાં તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી હતી એમાંય આજે શિવજીને પ્રિય વાર સોમવારના રોજ શ્રાવણ માસનો પ્રારંભ થતાં ભાવિકોને સોને પે સુહાગા જેવો ઘાટ ઘડાયો હતો આ તકે જસદણ જીઆઇડીસી એસોસીએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ તમાંમ નાગરીકોને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છા અને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે દેવોના દેવ મહાદેવ દરેકની આશા અરમાન મહાદેવ પુર્ણ કરે આજે સવારે ભોળિયા નાથને રીઝવવા માટે શિવાલયોમાં ભાવિકો ઉમટી પડયા હતાં આજથી વિવિધ શિવાલયોમાં સળંગ એક માસ સુધી અનેક ધાર્મિક કાર્યો આયોજકો દ્વારા યોજાશે જેમાં ભાવિકોનો મોટો સમુદાય ઉમટી પડશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.