રાજકોટમાં માતા સાથે ઝઘડો થતાં 16 વર્ષની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં બનાવ સામે આવ્યો છે માતા સાથે કામ બાબતે ઝઘડો થતાં 16 વર્ષની મહેશઝાબીને ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી.બનાવની વધુ વિગત અનુસાર રાજકોટના જંગલેશ્ર્વર-11માં રહેતી મહેશઝાબીન મુસ્તાકભાઈ બાંભાણીયા (ઉ.વ.16)એ ગતરોજ પોતાના રૂમમાં જઈ છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બાદ રૂમ ખખડાવતા ન ખોલતા હેબતાયેલી માતા બાજુમાં રહેતા તેના ભાઈને ઘરે દોડી ગઈ હતી.
અને બનાવની જાણ કરતાં તેના ભાઈએ મકાનની પાછળથી ઉપર ચડી છત તોડીને તપાસ કરતા મહેશઝાબીન લટકેલી હાલતમાં જોવા મળી હતી. જે બાદ તેમને નિચે ઉતારી તાત્કાલીક પ્રથમ ખાનગી અને બાદમાં વધુ સારવાર માટે સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયા તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
વધુમાં મૃતકના મામાએ જણાવ્યું હતું કે, મહેશઝાબીનની માતાને માનસીક બિમારીથી પીડાતા હોવાથી અવાર-નવાર ઝઘડો કરતા હતા. ગતરોજ સવારે બંન્ને કારખાને કામે જવા માટે શેરીમાં બેઠા હતાં ત્યારે તેમની માતા શબનમબેને ઠપકો આપતા માઠુલાગી આવ્યું હતું. અને રૂમમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ ભાઈ બહેનમાં મોટી હતી જેમના મોતથી પરીવાર પર આભ તુટી પડયું હતું.
જંગલેશ્ર્વરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેનાર 16 વર્ષની મહેઝાબીનના પિતાનું આઠ માસ પહેલા જ મોત થયુ હતું. જે બાદ તેમની માતાની માનસીક સ્થીતી પણ ખરાબ થઈ જતાં બે નાનાભાઈ-બહેન અને માતાની જવાબદારી મહેશઝાબીન પર આવી ગઈ હતી. જે નાની ઉંમરે કારખાનામાં કામ કરીને જવાબદારી નિભાવતી હતી. પરંતુ માતાની બિમારીથી અવાર-નવાર થતાં ઝઘડાથી કંટાળી પગલું ભરી લેતા પરીવાર પર આભ તુટી પડયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.