કારખાનેદાર જુગારમાં 15 લાખ હારી જતાં કારીગર પાસે ફ્રોડની અરજી કરાવી, તપાસમાં ભાંડો ફૂટ્યો - At This Time

કારખાનેદાર જુગારમાં 15 લાખ હારી જતાં કારીગર પાસે ફ્રોડની અરજી કરાવી, તપાસમાં ભાંડો ફૂટ્યો


આજકાલ લોકો ઝડપથી માલદાર બનવા માટે કોઈપણ હદ સુધીના ક્રાઇમ કરવાં માટે તૈયાર થઈ જતાં હોય છે. ખાસ સાયબર ફ્રોડથી તો જરા પણ ભય રાખ્યા વગર સામાન્ય લોકો અને પોલીસને પણ ગુમરાહ કરતાં હોય છે. તેવી જ મોડસ ઓપરેન્ડીથી શહેરમાં લેથનું કારખાનું ધરાવતાં કારખાનેદાર ક્રિકેટ સટ્ટામાં રૂ.15 લાખ હારી જતાં તે રૂપિયા પરત મેળવવા તેમના કારીગર પાસે સાયબર ક્રાઇમમાં અરજી કરાવી હતી. જે બાદ પોલીસે ઉલટ તપાસ કરતાં અંતે ભાંડો ફૂટ્યો હતો અને કારીગરે વટાણા વેરી નાંખતા કારખાનેદારની કરતુત સામે આવી હતી. સાયબર ક્રાઇમે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ કરી હતી.
બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકના એએસઆઈ વિવેક કુછડીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાયબર પોલીસ મથકમાં ગઈ તા.25 ના આવેલ અરજીના અનુસંધાને અરજદાર વિજય તેજા મકવાણા (રહે. નાણાવટી ચોક, આરએમસી કવાર્ટર, નંદનવન સોસાયટી) પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતાં પોતે આ અરજી તેના મિત્ર મુકેશ રણછોડ ખંભાળિયા (રહે. ન્યુ રામેશ્વર પાર્ક સોસાયટી, કોઠારીયા) ઓનલાઈન આઇડીમાં જુગાર રમતો હોય અને કુલ રૂ.15 લાખ હારી જતાં તેમના કહેવાથી મેં ફ્રોડ થયાં બાબતની અરજી એન.સી.આર. પી. પોર્ટલ પર 1930 માં ફોન કરી કરેલ હતી.
જે બાદ વિજયને મુકેશ બાબતે પૂછતાં તે પોલીસ મથકની બહાર જ બેસેલ હોવાનું કહેતાં આરોપી મુકેશને પકડી પૂછપરછ કરતાં તેને આ અરજી વિજય મકવાણા પાસે પોતે ઓનલાઈન જુગારમાં રૂપિયા 15 લાખ હારી જતાં તે રૂપિયા પરત મેળવવા કરી હોવાનું કબુલ્યું હતું. તેમના મોબાઈલમાં ચેક કરતાં તેમાં ફહહાફક્ષયહ 777.ભજ્ઞળ વેબસાઈટ પર હરજીતના સોદા પાડેલા હોવાનું જોવા મળતાં તેમની વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે બંને આરોપીઓ વિરૂદ્ધ અલગથી ગુનો નોંધી પીઆઇ કે.જે.રાણા અને ટીમે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસમાં ફ્રોડની અરજી આપી ઓનલાઈન જુગારમાં હારેલા રૂપિયા પરત મેળવવા કારખાનેદાર અને તેના કારીગરે સાથે મળી અરજી કરી હતી. જે અરજીમાં સાયબર ક્રાઇમની ટીમે ઝીણવટ ભરી તપાસ કરી એકાઉન્ટમાં થયેલ ટ્રાન્જેક્શન ચેક કરતાં તેમાં જાવક કરતાં રૂપિયા આવકની અને વિડ્રોની એન્ટ્રી વધું જોવા મળતાં પોલીસને શંકા ગઈ હતી અને અરજદારની ઉલટ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો.
આરોપી કારખાનેદાર મુકેશે ગત જાન્યુઆરી માસમાં સાયબર ક્રાઇમમાં રૂ.96 ફ્રોડ થયાની અરજી આપી હતી. જે અનુસંધાને પોલીસે ફ્રોડમાં ગયેલ રકમ વાળું એકાઉન્ટ ફ્રિજ કરાવી રકમ પરત મેળવી હતી. જે અરજી કોર્ટ ઓર્ડર પર હોવાથી હવે પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરશે અને તપાસ કરશે કે આ રકમ પણ ક્રિકેટ સટ્ટામાં રૂપિયા હારી ગયા બાદ ખોટી અરજી કરેલ છે કે કેમ ?
તમે ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયાં છો તો સાયબર ક્રાઇમમાં ખોટી ફ્રોડની અરજી આપી દેવાની એટલે થોડાં સમયમાં તમારા રૂપિયા પરત આવી જાય તેવી મુખ્ય આરોપી મુકેશ જાહેરમાં મિત્રોને શેખી મારતો ફરતો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.