સો ટકા ડિજીટલ કામગીરી કરાશે, ૧૫ સપ્ટેમ્બરથી પ્રોપર્ટીટેકસને લગતી તમામ અરજી ઓનલાઈન થઈ શકશે - At This Time

સો ટકા ડિજીટલ કામગીરી કરાશે, ૧૫ સપ્ટેમ્બરથી પ્રોપર્ટીટેકસને લગતી તમામ અરજી ઓનલાઈન થઈ શકશે


        અમદાવાદ,શુક્રવાર,26 ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટીટેકસ વિભાગની
વિવિધ પ્રકારની અરજીઓનું સો ટકા ડિજીટલ ફોરમેટમાં 
નિકાલ થઈ શકશે.૧૫ સપ્ટેમ્બરથી આ આયોજનનો અમલ શરુ થતા અરજદાર વેબસાઈટ,મોબાઈલ કે
ઈન્ટરનેટના માધ્યમથી પોતાની ટેકસ સંબંધિત અરજીનો નિકાલ કરી શકશે.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે પ્રતિક્રીયા
આપતા કહયુ,ડિજીટલ
ઈન્ડિયાના થીમને સાકાર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી સિસ્ટમ ડેવલપ
કરવામાં આવી છે.હવે નવી ઓનલાઈન પધ્ધતિ અનુસાર મિલકતવેરા સંબંધિત કોઈપણ અરજી કરવા
માગતા અરજદાર તેમના ઘેર બેઠા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર લોગઈન કરી
મિલકતવેરા સંબંધિત અરજી કરી શકશે.

મિલકતમાં માલિકના નામમા ફેરફાર ઉપરાંત કબજેદારના નામમા
ફેરફાર, ટેકસ
ઘટાડાની અરજી,મિલકત
નોનયુઝમાં હોવા અંગેની અરજી,
નવી મિલકતના એસેસમેન્ટ,
વપરાશ મુજબ ડિવીઝન બિલ,
પ્રોપર્ટી ટેકસ ભરવા,
નામ ટ્રાન્સફરની અરજી જેવી તમામ અરજીઓ ઓનલાઈન કરી શકાશે.પંદર સપ્ટેમ્બરથી આ
સિસ્ટમ કાર્યરત થવાથી પેપરલેસ કાર્યવાહી થવાની સાથે શહેરીજનોને મિલકતવેરા સંબંધી
અરજીના નિકાલ માટે વિવિધ કચેરીમાં ધકકા ખાવા નહીં પડે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.