બહેનપણીને ત્રણ દિવસથી મળી ન શકતાં સગીરા ચિઠ્ઠીમાં મરી જવાનું લખી ઘરેથી નીકળી ગઈ - At This Time

બહેનપણીને ત્રણ દિવસથી મળી ન શકતાં સગીરા ચિઠ્ઠીમાં મરી જવાનું લખી ઘરેથી નીકળી ગઈ


શહેરમાંથી બહેનપણીને ત્રણ દિવસથી મળી ન શકતાં 16 વર્ષની સગીરા ચિઠ્ઠીમાં મરી જવાનું લખી ઘરેથી નીકળી જતા પરિવારજનોમાં ભય સાથે દોડધામ મચી ગઇ હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે ગોપાલ ચોક નજીક રહેતાં અને આરએમસીમાં કામ કરતાં યુવકે જણાવ્યું હતું કે, તેઓને પત્નિનું સાતેક વર્ષ પહેલા મરણ થયેલ છે. તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. તેમની 16 વર્ષની પુત્રી ધો. નવમાં અભ્યાસ કરે છે.
ગઇ કાલ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે તેની મોટી પુત્રી ઘરે જોવામા આવેલ નહી જેથી બન્ને ભાઇઓ શેરીમા તથા આડોશ પાડોશમા શોધખોળ કરતા જોવામા આવેલ નહી જેથી સબંધીને ઘરે બોલાવી તપાસ કરતાં તેણીના દફ્તર ઉપર એક ચોપડો પડેલ હતો જેમા ચોપડાની અંદર એક બે પેઇઝમાં પેંન્સીલથી લખેલ ચિઠ્ઠી જોવામા આવેલ હતી. જેમાં લખેલ હતું કે, પોતે મરી જવાની વાતનો ઉલ્લેખ કરેલ હતો. બાદમાં સગા સંબધીઓ તેની શોધખોળ કરતા તે મળી આવેલ નથી.
તેમજ વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હાલ જે આરએમસી દ્વારા ઢોરને બહાર કાઢવાનું કામ કરવાનું હોય જેથી તેઓ પરિવાર તેમાં વ્યસ્ત હોવાથી છેલ્લા ત્રણ દિવસથી તેણીને સ્કૂલે ન મોકલતાં તે તેની બહેનપણીને મળી શકી ન હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
સગીરાએ પાક્કી બહેનપણીને સંબોધીને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, જીવનમાં ઘણું બધું દુ:ખ છે, મિત્ર મને માફ કરજે મારી આશા ન રાખતી મારૂં ભગવાનના ઘરે તેંડુ આવી ગયું છે. હું આ દુનિયામાં રહેવાની નથી, તું મને જેટલી યાદ કરે છે તેના કરતાં પણ વધું હું તને યાદ કરૂ છું. તું. એક જ મારા જીવનની બેસ્ટ ફ્રેન્ડ હતી પણ ભગવાનની ઈચ્છા ન હતી એટલે જુદા પડી ગયાં. આજે દુ:ખના દિવસો છે કાલે જતાં રહેશે તારા જેવા સાથી નસીબ વાળાને જ મળે છે. છેલ્લે ’ યારા તેરી યારી કો મેને તો ખુદા માના... ગીતથી મિત્રતાની યાદ પુરી કરી ગુમ થઈ ગઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.