લાકડિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી - At This Time

લાકડિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી


લાકડિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં ગામના વૃક્ષ પ્રેમી એવા ખેરાજ બાપા જે ૨૫ થી વધુ વર્ષો થી વૃક્ષ ને વાવીને જતન કરી રહ્યા છે તેઓ ૭૬ વર્ષ ની ઉંમર ધરાવે છે છતાં પણ પાણી નો ઘડો ખભા પર લઈને લાકડિયા હાઇવે થી લઈને ગામનાં અંદર સુધી આવતા રોડ ના બને ભાગ માં વૃક્ષ વાવીને તેનો નાના થી લઇને મોટુ છાંયડો આપતું ના થાય ત્યાં સુધી જતન કરે છે એવા નિઃસ્વાર્થ ભાવે વૃક્ષ ની સેવા કરતાં ખેરાજભાઈ છાડવા ના વરદ હસ્તે ધ્વજ લહેરાવ્યો ધ્વજવંદન કરવામાં આવ્યું જેનું માર્ગદર્શન શાળના મદદનીશ શિક્ષક મહેશભાઈ પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સંચાલન શાળા ના વિદ્યાર્થી યોગેશ વાણિયા એ સંભાળેલ હતું
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના અગ્રણીઓ, ગ્રામજનો, તમામ શિક્ષકગણ તેમજ સરપંચ શ્રી સુલેમાનભાઇ ઘઘડા ઉપસ્થિત રહ્યા હતા અંતે કાર્યક્રમ ની આભાર વિધિ શાળા ના આચાર્ય સાહેબ શ્રી પ્રવિણભાઈ મચ્છોયા દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.