ભુજના મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા : મરામત કયારે થશે, રામ જાણે - At This Time

ભુજના મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા : મરામત કયારે થશે, રામ જાણે


ભુજ,બુધવારભુજ શહેરમાં દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન સામાન્ય વરસાદ પડવાની સાથે મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં હોય છે. ત્યારે હાલ શહેરના મુખ્ય રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયેલ છે. જેના કારણે રોજના હજારોની સંખ્યામાં પસાર થતાં નાના મોટા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સહીતના વાહનોમાં દર્દીઓ પણ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. રોજેરોજ અવરજવર કરનારો વર્ગ પણ આવા ખાડાઓાથી હેરાન પરેશાન છે. ભુજ શહેરના ખાડાઓ પ્રસુતા માટે જોખમ સર્જે છે. કમરના દર્દીઓ માટે પણ આ ખાડા પીડા વાધારી રહ્યા છે. હજુ તો ભુજ શહેરના જાહેર માર્ગો બે વર્ષ પૂર્વ જ બન્યા હતા પરંતુ ગત વર્ષે જ મોટા ભાગના માર્ગોને ગટર પાણીની લાઈન બેેસાડવાની કે મરંમતના નામે તોડી પડાયા હતા. તેાથી, ભુજના રસ્તાઓની હાલત બગડી હતી. તેવામાં ભારે વરસાદે પોલ ખોલી નાખી છે. ફરી એક વખતવરસાદ વરસતાની સાથે રસ્તાની હાલત ખરાબ થતાં અનેક વાહનોમાં નુકસાન તેમજ અકસ્માતનો ભય સતાવે છે. ત્યારે પાલિકા તંત્ર આ રસ્તાની તાત્કાલીક મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.