3૪૮મો પુણ્યતિથી મહોત્સવ ૧૭ મીએ ધામધૂમથી ઉજવાશે બગદાણામાં બજરંગદાસબાપાની પૂણ્યતિથીમાં ૩૦૦ ગામના ૭૦૦ સ્વયં સેવકો સેવા આપશે બગદાણા ગુરુઆશ્રમમા સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી - At This Time

3૪૮મો પુણ્યતિથી મહોત્સવ ૧૭ મીએ ધામધૂમથી ઉજવાશે બગદાણામાં બજરંગદાસબાપાની પૂણ્યતિથીમાં ૩૦૦ ગામના ૭૦૦ સ્વયં સેવકો સેવા આપશે બગદાણા ગુરુઆશ્રમમા સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી


૪૮મો પુણ્યતિથી મહોત્સવ ૧૭ મીએ ધામધૂમથી ઉજવાશે બગદાણામાં બજરંગદાસબાપાની પૂણ્યતિથીમાં ૩૦૦ ગામના ૭૦૦ સ્વયં સેવકો સેવા આપશે બગદાણા ગુરુઆશ્રમમા સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી
ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. ૧૭ ને શુક્રવારના રોજ બજરંગદાસ બાપાની ૪૮મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

જેના એક ભાગરૂપે આજે ગુરુ આશ્રમના સત્સંગ હોલ ખાતે બગદાણા અમૂલ્ય સ્વયંસેવકભાઈઓ એક ખાસ મિટિંગ મળી હતી. જેમાં ગુરુઆશ્રમની કામગીરીમાં સેવા આપતા વિવિધ ૩૫૦ ગામોના સેવા મંડળોના બબ્બેપ્રતિનિધિઓ મુજબ ૭૦૦ સ્વયંસેવક ભાઈઓ જોડાયા હતા. આ મિટિંગમાં જવાબદારીઓ સોંપવા સાથે કામની વહેચણી કરવામાં આવી હતી.

સદગુરુદેવ બજરંગદાસ બાપાની ૪૮ મી મહા પરિનિર્વાણ તિથિ મહોત્સવના ભાગરૂપે સ્વયંસેવકોની મીટીંગ ગુરુઆશ્રમ બગદાણા ધામ ખાતે યોજવામાં આવી હતી.જેમાં ગુરૂઆશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર, ભગવાનદાદા ગુજરાતી, ધીરુભાઈ બાબરીયા, વિનુભાઈ પટેલ, રણજીતસિંહ ગોહીલ અને નિલેશભાઈ માળી ટ્રસ્ટી શ્રીઓ હાજર રહીમાર્ગદર્શન પૂરું પડયું હતું. મિટિંગ માં મેનેજર સુરૂભા ગોહિલ, કાંતિભાઈ પુરોહિત, આશ્રમના કર્મચારીઓ, સેવકો સહિતના હાજર રહ્યાં હતાં.

બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગુરુઆશ્રમ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ, દર્શનાર્થી ઓ ઉપસ્થિત રહેતા હોય તેમની સેવા માટે તેમજ આગોતરા આયોજન માટે ચુનંદા અને તાલીમબદ્ધ અને બાપાને સમર્પિત એવા સ્વયંસેવકોની બેનમૂન સેવાઓ રહેતી હોય છે. આ આ પવિત્ર તિથિની ઉજવણી માટે ઉજવણી માટે સંપૂર્ણ સમર્પણ સાથે વ્યવસ્થાઓ અને સેવાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.