આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે અને તેમની જુદી જુદી માંગણીઓ માટે આવેદન અપાયું. - At This Time

આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે અને તેમની જુદી જુદી માંગણીઓ માટે આવેદન અપાયું.


આજરોજ મોડાસા ખાતે C. I. T. U સઁકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી રાજ્ય કારોબારીની મિટિંગમાં થયેલા નિર્ણય મુજબ આજે ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત સરકારના મંત્રીશ્રી માનનીય ભીખુસિંહજી પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીને કલેકટર શ્રી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે અને તેમની જુદી જુદી માંગણીઓ જેમ કે કાયમી કરવાની અને આઇસીડીએસ ને મજબૂત કરવા માટે વધુ પગલાં ભરે અને જે કેન્દ્ર સરકારના બજેટમાં 300 કરોડનો કાપ મૂક્યો છે તેને રદ કરવામાં આવે અને આઇસીડીએસ નું બજેટ વધારવામાં આવે અને આંગણવાડી કેન્દ્રોને નોડલ એજન્સીઓના રૂપમાં નિયમિત કરવામાં આવે અને તે સમયે જાહેર કરવામાં આવ્યું હતું કે આગામી અઠવાડિયાની અંદર રેલીનું આયોજન કરવામાં આવશે અને આંદોલનો ચાલુ રાખવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં આંગણવાડી સંગઠનના અરવલ્લી જિલ્લા પ્રમુખ અનસુયાબેન પરમાર, ઉપપ્રમુખ ઉર્મિલાબેન પરમાર, મીનાબેન પરમાર, મીનાબેન કડિયા તેમજ citu ના આગેવાનો પ્રદેશ મંત્રીશ્રી ડી. આર. જાદવ, citu જિલ્લા પ્રમુખશ્રી દિલીપભાઈ ભરાડા, ચંદ્રપાલસિંહ અને રાકેશભાઈ તરાર, મોમીનખાન ખાસ હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.