કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ  મૌસમનો કુલ ચાલીસ ઈંચ વરસાદ નોંધાયો - At This Time

કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ  મૌસમનો કુલ ચાલીસ ઈંચ વરસાદ નોંધાયો


કેશોદ માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના ગામોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ખેતરો ખેત પેદાશોમાં નુકશાની સાથે અનેક જગ્યાએ નદિના પાળા સુરક્ષા દિવાલો તુટવાના બનાવો સાથે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હાલના વર્ષે ચાલીસ ઈંચ વરસાદ થવા  સાથે મેઘ સવારી હજુ યથાવત 

ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાંની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે ખેતરોમાં દરીયા જેવો માહોલ સર્જાયછે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડુતોની જમીન અને ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થાયછે જુદી જુદી નદિઓના પાણી ઘેડ પંથકમાં ભેગુ થતું હોય નદિઓ ઉંડી અને પહોળી ન હોવાના કારણે નદિ ઓવરફલો થતાં નદિના પાળા તુટવાના બનાવો દર વર્ષે બનતા રહેછે જેથી ખેડુતોની જમીન તથા ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થાયછે હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટતાં અસંખ્ય ખેતરોના ધોવાણ સાથે ખેડુતોની ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયુંછે જે બાબતે ખેડુતોની એવી માંગછે કે નદિ ઉંડી અને પહોળી કરવામાં આવે તેવી દર વર્ષે ખેડુતો માંગ કરેછે છતાં સરકાર દ્વારા ઘેડ પંથકનો કે કાયમી પ્રશ્ન હલ થાય તેવુ કરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહયાછે

કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે દર વર્ષે એકાદ બે જગ્યાએ નદિનો પાળો તુટવાના બનાવો બનતા રહેછે હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટતા અનેક ખેડુતોના ખેતરોમાં ધોવાણ થયુછે સાથે ખેત પેદાશોમાં પણ મોટાપાયે નુકસાન થયુંછે અનેક ગામોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈછે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયાછે અનેક ગામોના રસ્તાઓમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યોછે નદી નાળા ચેકડેમો છલકાયાછે અસંખ્ય રણેણાંક વિસ્તારમાં પાણી ભરાયાછે હાલના વર્ષે મૌસમનો ચાલીસ ઈંચ વરસાદ નોંધાયોછે

હજુ પણ ભારે વરસાદની આગાહી હોય અને હાલમાં પણ મેઘસવારી યથાવત હોય ત્યારે ઘેડ પંથકમાં હજુ પણ વધુ પાણી આવવાની પુરી શક્યતા હોય જેથી ઘેડ પંથકના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાછે 

 ચોમાસામાં ઘેડ પંથકમાં દર વર્ષે નદિઓના પાળાઓ તુટવાના બનાવો બનેછે દર વર્ષે રજુઆત કરવામાં આવેછે ત્યારે ઘેડ પંથકનો પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ થશે કે કેમ તે જોવાનું રહ્યું


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.