રૂપિયા ૫૦૦/=મા અનુસુચિત જનજાતિ નુ બોગસ પ્રમાણપત્ર કાઢી આપવાનુ કૌભાંડ નેત્રંગ માંથી ઝડપાયુ. - At This Time

રૂપિયા ૫૦૦/=મા અનુસુચિત જનજાતિ નુ બોગસ પ્રમાણપત્ર કાઢી આપવાનુ કૌભાંડ નેત્રંગ માંથી ઝડપાયુ.


રૂપિયા ૫૦૦/=મા અનુસુચિત જનજાતિ નુ બોગસ પ્રમાણપત્ર કાઢી આપવાનુ કૌભાંડ નેત્રંગ માંથી ઝડપાયુ.

ઝધડીયા મામલતદાર કચેરી ખાતે ધોલીગામના ઇસમે દિકરીનુ જાતીનુ પ્રમાણપત્ર મેળવા રજુ કરેલ કાગળો વેરીફાઇ કરતા કૌભાંડ બહાર આવ્યુ.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૬-૦૫-૨૪.

નેત્રંગ નગરમા એક કોમ્પ્યુટર ઓપરેટરે અનુસુચિત જનજાતિ નુ બોગસ પ્રમાણપત્ર રૂપિયા પાંચ સો મા કાઢી આપતો હોવાનુ કૌભાંડ ઝડપાઇ જતા નેત્રંગ નગર સહિત પંથક ભરમા ચકચાર મચી જવા પામી છે.
બીજી તરફ તંત્ર ની કોઈ પણ જાતની મંજુરી કે પરવાનગી વગર કોમ્પ્યુટર તેમજ લેપટોપ લઇ ને સરકારી કામકાજોને લગતા કામોની હાટડીઓ ખોલીને બેઠેલાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

ઝધડીયા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર મા ફરજ બજાવતા નાયબ મામલતદાર મંગાભાઈ શીવાભાઈ વસાવાએ ઝધડીયા પોલીસ સ્ટેશનમા નોધાવેલ ફરીયાદ મુજબ તા.૨૩મી ના રોજ ૧૨ વાગ્યા આસપાસ તાલુકાના ધોલીગામ ખાતે રહેતા જાતરીયાભાઈ દલસુખભાઈ વસાવાએ પોતાની દિકરી રાધિકા નાઓનું અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવા માટે નમુના મુજબની અરજી ફોમઁ ભરી બિડાણ કરેલ કાગળો બોનોફાઇટ સટીઁ,રાધીકાનો આધાર કાર્ડ,જાતરીયાભાઈ નો આધાર કાર્ડ ની નકલ , સ્કૂલ લીવીંગ સટીઁની નકલ , અનુસુચિત જનજાતિના પ્રમાણપત્ર ની નકલ,પેઢીનામુ, રેશનકાર્ડ ની નકલ , સોંગંધનામુ અરજી સાથે રજુ કરેલ જે અરજી જેતે નંબર થી નોંધણી થયેલ અરજદાર જાતરીયાભાઈ વસાવા નાઓની અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવાની અરજી સાથે રજુ કરેલ કાગળો વેરીફાઇ કરતા અનુસુચિત જનજાતિ પ્રમાણપત્ર ક્માંક ૮૯૨૨/૨૦૨૨ તા.૨૭-૦૬-૨૩ નુ બોગસ હોવાનુ જણાઇ આવતા આ પ્રમાણપત્ર બાબતે જાતરીયાભાઈની પુછપરછ કરતા જણાવેલ કે ધોલીગામમા રહેતા કનૈયા ત્રિકમભાઈ વસાવા મારફતે નેત્રંગ નગરમા આવેલ ભક્ત હાઇસ્કુલ સામે નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ એક શોપિંગ સેન્ટર ના પહેલા માળે આવેલ વિકાસ ઇન્ફોર્મેશન નામની દુકાનધારક કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી રૂપિયા પાંચ સો લઇ આ જાતીનો દાખલો કાઢી આપેલ હોવાની કેફીયત રજુ કરતા ઝધડીયા પોલીસ સ્ટેશનમા આઇ.પી.સી કલમ નં ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૨૦,૧૧૪ મુજબ આરોપી (૧) જાતરીયા દલસુખભાઈ વસાવા (૨) કનૈયા ત્રિકમભાઈ વસાવા બંન્ને રહે ધોલી તા.ઝધડીયા (૩) વિકાસ ઇન્ફોર્મેશન નો સંચાલક વિકાસ વસાવા રહે ચોકી તા ઝધડીયા ઉપરોક્ત ત્રણે વિરુધ ગુનો નોંધતા પીઆઇ રાજેન્દ્રસિંહ વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.