જી.એમ.ઇ .આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ વડનગર ખાતે વિભાગીય નિયામક શ્રી ડૉ.એસ.કે. મકવાણા એ મુલાકાત લીધી - At This Time

જી.એમ.ઇ .આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ વડનગર ખાતે વિભાગીય નિયામક શ્રી ડૉ.એસ.કે. મકવાણા એ મુલાકાત લીધી


જી.એમ.ઇ .આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ વડનગર ખાતે વિભાગીય નિયામક શ્રી ડૉ.એસ.કે. મકવાણા એ મુલાકાત લીધી

આજ તા.૨૫/૦૯/૨૦૨૩ ના રોજ વિભાગીય નાયબ નિયામકશ્રી ડો.એસ.કે.મકવાણા એ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, વડનગર ખાતે મુલાકાત લીધી.
વડનગર હોસ્પિટલ ખાતે ડિન શ્રી, મેડિકલ સુપરિટેન્ડન્ટશ્રી, તથા વિવિધ વિભાગોના વડાશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સારવાર માટે આવનાર દર્દીઓને ખૂબ જ સારી અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે રાહે કામગીરી કરવા કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું.વધુમાં સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન ભવ: , જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ડાયાલિસિસ પ્રોગ્રામ, સી.એમ.ટી.સી., એસ.એન.સી.યુ., ટી.બી.પ્રોગ્રામ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્માર્ટ રેફરલ સિસ્ટમ, એન.વી.બી.ડી.સી.પી., આઈ.ડી.એસ.પી. જેવા તમામ પ્રોગ્રામ બાબતે પણ સમીક્ષા કરી. હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત વધુમાં વધુ લાભ આપવામાં આવે તે મુજબ કામગીરી કરવા જણાવ્યું.
વિભાગીય નાયબ નિયામકશ્રીએ ટી.બી.ની સારવાર મેળવનાર દર્દીઓને પોષણ કિટ નું વિતરણ પણ કર્યું.
વિભાગીય નાયબ નિયામકશ્રીએ અંબાજી પગપાળા યાત્રિકો માટેના આરોગ્ય વિભાગના મેડિકલ કેમ્પની પણ મુલાકાત કરી જરૂરી સૂચનો આપ્યા.
સદર મુલાકાત દરમ્યાન જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી-વ- જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર સહિતની ટીમ તથા તાલુકા હેલ્થ ઓફિસર વડનગર હાજર રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.