કોરોના સામે લડતની તૈયારી, સિવિલમાં 64 આઈસીયુ સાથે 100 બેડ તૈયાર
કોરોના સામે લડતની તૈયારી, સિવિલમાં 64 આઈસીયુ સાથે 100 બેડ તૈયાર
રાજકોટ-કોવિડની એલર્ટની સંભાવનાના પગલે સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઈ છે. 100 પૈકી 64 આઇસીયુ બેડ અને બાકીના ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. ઓક્સિજન અને દવાનો જથ્થાની સમીક્ષા કરાઇ હતી. તબીબ, નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. જોકે, હાલમાં સિવીલ હોસ્પિટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી
કોરોનાએ ફરી એક વાર માંથુ ઉચક્યું છે. ચીનમાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યો છે. જેને લઇને તંત્ર એલર્ટ મોર્ડ પર આવી ગયું છે. અને ભારતમાં સ્થિતિ વધુ બગડે નહી તે માટે બેઠકોનો દોર પણ શરુ કર્યો છે. સરકાર કોરોનાને લઇને તમામ તૈયારીઓના સમીક્ષા કરી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ આ બાબતે સર્તક થયું છે. તબીબી અધિક્ષક ડો. રાધેશ્યામ ત્રિવેદીએ આ બાબતે સમગ્ર વિગતો આપી હતીડો. ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પર નજર રાખી રહી હોવાનું જણાવ્યું હતું તેમજ સિવિલ હોસ્પિટલમાં 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં 64 આઈસીયુ બેડ છે. સાથે સાથે ઓક્સીજન અને દવાઓનો પુરતો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવા માં આવ્યો છે. અને મેડીકલ કોલેજ ખાતે માઈક્રો બાયોલોજી વિભાગમાં ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે.
કોરોનાનો પગ પેસારો થતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે આદેશ કર્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ એન્ટ્રી થઈ ગઈ છે. જેને લઇને રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. અને રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે આદેશ
રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે આદેશ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઇને તૈયારીઓ કરી દેવામાં આવી છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.