લખતર પેવરબ્લોક રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે કરાયેલ અરજીની બેવર્ષ પછી તપાસ શરૂ કરી - At This Time

લખતર પેવરબ્લોક રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે કરાયેલ અરજીની બેવર્ષ પછી તપાસ શરૂ કરી


લખતર પેવરબ્લોક રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે કરાયેલ અરજીની બેવર્ષ પછી તપાસ શરૂ કરી
લખતર ગામમાં ચર્ચાતી વિગત મુજબ ભ્રષ્ટાચારીને છવારવા કોણ પ્રયત્ન કરી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી કે લખતર દસાડા ધારાસભ્ય
લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રવીણભાઈ મારુણીયા દ્વારા આરટીઆઇ કરી લખતર ગામમાં મહિલા સરપંચના વહીવટદાર પતિ દ્વારા કરવામાં આવેલ તમામ કામની આરટીઆઇ કરી માહિતી માંગવા આવી હતી ત્યારે તેમના ધ્યાનમાં આવ્યુ હતુ કે લખતર ગામમાં કરવામાં આવેલ તમામ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આથી તેમના દ્વારા આથમણા દરવાજાથી ઉગમણા દરવાજા સુધી કરવામાં આવેલ પેવરબ્લોક રોડ વચલીફળીમાં એકપણ રૂપિયાનું કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા હોય તેની તપાસ કરવા બુટમાં શેરીમાં અંડરગ્રાઉન્ડ ગટર બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવા મિડલ સ્કૂલની દિવાલના નવા પાયા બનાવ્યા વગર જુના પાયા ઉપર દિવાલ બનાવી રૂપિયા ઉપાડી લેવા અંગે બેવર્ષ પહેલા તકેદારી ભવનમાં અરજી કરાઈ હતી તકેદારી ભવન દ્વારા બેવર્ષ પછી તપાસ શરૂ કરતા લખતર ગામના લોકોમાં એકજ ચર્ચા ચાલી રહી છે બેવર્ષ સુધી તપાસ કોને દબાવી રાખી લખતર દસાડા ધારાસભ્યએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીએ કે લખતર ગામના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જેવો લખતર ગામનો વિકાસ નથી ઇચ્છતા છેલ્લા પંદર વર્ષથી લખતર ગામનો વિકાસ કેમ નથી થતો લખતર ગામના આજુબાજુના ગામડાઓમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ છે તો લખતર ગામ તાલુકાકક્ષાનું ગામ છે આગામી 15 ઓગસ્ટના રોજ વિકાસ વગરના સુવિધા વગરના ભ્રષ્ટાચારથી ભરપૂર લખતર ગામમાં જિલ્લાકક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લખતર મફતિયાપરા વિસ્તાર ભૈરવપરા વિસ્તાર કેન્ટીનપરા વિસ્તાર ઇન્દિરા આવાસ યોજના અને જેને ગુજરાતના આદિવાસીઓના ઉધ્ધાર માટે આજીવન અપરણિત રહી પોતાનું જીવન ગુજરાત માટે ન્યોછાવર કરી દીધું તેમના નામ ઉપરથી જે વિસ્તારનું નામ પડ્યું તેવા જુગતરામ દવે સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તા લાઈટ સફાઈ ગટરના અભાવ વગર નર્ક માં રહેતા હોવાનો અહેસાસ કરવા સાથે પીસાતી પીડાતી બાળકો સિનિયર સીટીઝન પ્રજાના હિતમાં કામ કરવામાં આવશે કે પછી ભ્રષ્ટાચાર બહાર આવવા દેવામાં નહિ આવે તેવા અનેક પ્રશ્ન લખતર ગામના ચોરેને ચૌટે ચર્ચાઈ રહ્યા છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.