‘તું મારી ઘરવાળી સાથે કેમ વાતો કરે છે’ તેમ કહી યુવાનને પાડોશી પોકળ બંધુએ મારમાર્યો
કોઠારીયા મેઇન રોડ ગોકુલ રેસ્ટોરન્ટની સામે કારમાં લઇ જઈ પાડોશી આરોપી બંધુએ યુવાનને તું મારી ઘરવાળી સાથે કેમ વાતો કરે છે’ તેમ કહી ઢોર મારમારતાં આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર મંગલ પાર્ક સોસાયટી શેરી નં.3 માં રહેતાં જલ્પાબેન કૌશિકભાઈ ભેસાણીયા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય પોકળ, કલ્પેશ પોકળનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી ઘરે બેસી ઇમિટેશનની મજૂરી કામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાં મોટો દીકરો જસ્મીન (ઉ.વ.17) ગઈકાલે બપોરના સમયે તેણી ઘરે હતી ત્યારે જસ્મીન ઘરે આવેલ અને વાત કરેલ કે, આપણા પાડોશમાં રહેતા વિજય પોકળ તથા કલ્પેશ પોકળ બંનેએ તેને મારેલ છે, જેથી તેણીએ દીકરાને કેમ મારેલ છે તેમ પૂછતા જણાવેલ કે, આજે બપોરે પોણા બારેક વાગ્યે તે ઘરે હતો ત્યારે વિજય પોકળનો ફોન આવેલ અને કહેલ કે, બહાર આવ આપણે ગેરેજે ગાડી લેવા જવું છે, જેથી હું આપણા ઘરથી આગળ આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ગયેલ અને ત્યાં આરોપી બંને ભાઈઓ કાર લઈ ઊભા હતા જેથી હું કારમાં બેસી ગયેલ અને તેમના કોઠારીયા મેઇન રોડ ગોકુલ રેસ્ટોરન્ટની સામે આવેલ જય ગોપાલ નામના ગેરેજ ખાતે ગયેલ હતાં.
ત્યાં જઈ વિજયને કહેલ કોની ગાડી લેવા જવાનું છે તો આરોપીએ કહેલ કે, કોઈની પણ ગાડી લેવા જવાની નથી, તું મારી ઘરવાળી સાથે કેમ વાતો કરે છે તેમ કહી ગાળો આપવા લાગેલ અને ચાર ફડાકા મારી દીધેલ હતાં. તેમજ ત્યાં ગેરેજ પાસે રહેલ લાકડાનો ધોકો લઈ વિજય ફટકારવા લાગતાં પગના ભાગે ઈજા પહોંચી હતી. તેમજ કલ્પેશે પણ માર મારેલ હતો. દરમિયાન ત્યાં લોકો દોડી આવેલ અને વિજયના પત્નીએ કહેલ કે, અમારે બંને વચ્ચે એવું કશું નથી અને વાતો પણ કરતા નથી તેમ છતાં બંને ભાઈઓએ ઝઘડો કરવા લાગેલ અને મારમાર્યો હતો. બાદમાં આરોપીઓ ચોકમાં ઊભાં હોય જેથી ફરીયાદીએ મારા દીકરાને કેમ મારેલ તેમ કહેતા કલ્પેશ પોકળે કહેલ કે, હજુ તો માર મારેલ છે અને હવે બીજી વાર ધ્યાન રાખજે નહીંતર જાનથી મારી નાખીશ તેમ કહી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેણીએ ઈજાગ્રસ્ત પુત્રને 108 મારફતે સારવારમાં ખસેડયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.