સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.૧૫ જેટલી સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ
સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.૧૫ જેટલી સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ
૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આખા એશિયા ખંડમાં માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર જંગલમાં સિંહોની વસ્તી જોવા મળે છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. સૌ પ્રથમ ૧૦ ઓગસ્ટ વર્ષ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાવરકુંડલામાં પણ પ્રતિ વર્ષ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જેમાં શહેરના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફસ, પ્રેરણાદાયી વીડિયો, ટેક્સ્ટ મેસેજ, માઈક્રો બ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે, એનું યોગ્ય સંવર્ધન – સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે શહેરની જે.વી. મોદી હાઈસ્કૂલના પટાંગણમાં ૧૫ શૈક્ષણિક સંસ્થાઓના ૪૬૮૨ જેટલા સિંહપ્રેમીઓ એકત્રિત થયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને પ્રાસંગિક પ્રવચનો બાદ ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ મહારેલીમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ એ.એસ.પી વલય વૈધ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નોર્મલ રેન્જ, વિસ્તરણ રેન્જ વન વિભાગ તથા વન પ્રકૃતિ ચેરીટેબલ – સાવરકુંડલાની પુરી ટીમે સંયુક્ત પ્રયાસો કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.