ગામડી ગામમાં પોલીસ પર હુમલા કેસમાં જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ સહિત 42 સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવી - At This Time

ગામડી ગામમાં પોલીસ પર હુમલા કેસમાં જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ સહિત 42 સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવી


રિપોર્ટર સદ્દામ મનસુરી
શુક્રવારે હિંમતનગરના ગામડી ગામે નેશનલ હાઇવે નં.8 પર આધેડનું રોડ પસાર કરવા દરમ્યાન અજાણ્યા  વાહનની ટક્કરે મોત થવાની ઘટના બાદ 500 થી 700ના ટોળાએ હાઇવે બ્લોક કરી પોલીસ જીપને આગને હવાલે કરી નેશનલ હાઇવેને 3 કલાકથી વધુ સમય સુધી બાનમાં લેવાના પ્રકરણમાં પોલીસે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન સદસ્ય સહિત 42 વિરુદ્ધ નામ જોગ હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી એક મહિલા સહિત 10ની અટકાયત કરી , હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરવામા આવ્યો છે.
ગામડી ગામના  બાદરસિંહ પ્રતાપસિંહ પરમાર શુક્રવાર સવારે સમાચાર મળતાં ની સાથે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હાઇવેને બંને બાજુથી ટોળાએ બ્લોક કર્યાનું જોવા મળ્યું હતું. આ દરમિયાન ટોળામાં હાજર આગેવાન અમરતજી દિપસિંહ પરમાર (પૂર્વ જિ.પં. પૂર્વ ઉપ પ્રમુખ), અભેસિંહ ધુળસિંહ પરમાર, જયેશસિંહ રમેશસિંહ પરમાર, બળવંતસિંહ દિપસિંહ પરમાર વગેરે સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન બાદરસિંહ પરમારને કોઈ વાહન ટક્કર મારી નાસી ગયું હોવાથી લોકો એકઠા થયાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.