વિસાવદર તાલુકામાં જેમ્સના કરોડોના કૌભાંડ નો પર્દાફાશ કરવા એક રાજકીય અગ્રણી મેદાને
વિસાવદર તાલુકામાં જેમ્સના કરોડોના કૌભાંડ નો પર્દાફાશ કરવા એક રાજકીય અગ્રણી મેદાને
કોમ્પ્યુટર, કેમેરા, લેપટોપની ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારની બુવિસાવદર તાલુકામાં એક રાજકીય અગ્રણીના પુત્રના મિત્ર દ્વારા એક કોમ્પ્યુટરની દુકાન ધરાવતા વ્યક્તિ સાથે મળી કરોડો રૂપિયાના ખોટા બિલ વાઉચરો બનાવી સરકારી તિજોરીને નુકસાન કર્યા ના સમાચાર તાલુકા ભરમાં ચર્ચામાં છે તેમજ વિવિધ ગામોમાં લગાડેલા સી.સી.ટીવી. કેમેરા જેવા ઉપકરણો અને વોટર ફિલ્ટર જેવી વસ્તુઓ જેની કિંમત ખુબ જ ઓછી હોય તેની ઉચ્ચ કિંમતથી ખરીદેલા હોવાનું જાણવા મળેલ છે.જેમા પંચાયતના ચૂંટાયેલા પણ આ ભ્રષ્ટાચારમા સામેલ છે .તેમજ કેટલાય સભ્યોએ પોતાની ટેવોના કારણે દેવામા ડૂબેલા હતા તે આ ભ્રષ્ટાચારથી નાગરિકોના પૈસાથી જાહોજલાલી વાળા બની ગયા છે.તેમજ આ
મસમોટો ભ્રષ્ટાચાર વિસાવદર તાલુકામાં ભાજપના રાજમાં થયેલ છે આ બાબતે એક રાજકીય અગ્રણીનો પુત્ર આ ગુનો કરવામાં હોય જેથી અન્ય રાજકીય પક્ષ વાળા લોકો મૌન સેવી રહિયા છે ચૂંટણી સમયે એક બીજાને ભાડતા બની બેઠેલા નેતાઓ ભ્રષ્ટાચાર બાબતે કોઈ આગળ આવવાની હિંમત કરશે કે જનતા વતી અવાજ ઉઠાવી શકે તેમ નથી તેવા સવાલો ઉભા થયેલ છે કોમ્પ્યુટર, કેમેરા, લેપટોપની ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારની વિગતો સાથે કાનૂની જંગના મડાન ચાલુ થઈ ગયેલ છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.