વિદ્યાર્થીઓએ યુદ્ધ, કોરોના જેવા સમય માટે ઉપયોગી સોલાર સંચાલિત ફોલ્ડિંગ ઘર બનાવ્યું
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ અવનવા પ્રયોગ પ્રદર્શિત કર્યા.
શહેરની સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં મંગળવારે જીસીઈઆરટી પ્રેરિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા જુદા જુદા પ્રયોગો અને કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં વિદ્યાર્થિની થોરિયા ચાંદની અને ચાવડા નંદાનીબાએ શિક્ષક બારૈયા પ્રવીણચંદ્રના માર્ગદર્શન હેઠળ એક ફોલ્ડિંગ ઘર બનાવ્યું હતું જે ઈમર્જન્સી દરમિયાન તાત્કાલિક ઊભું કરી ઉપયોગમાં લઇ શકાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.