75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી. . શ્રીમતી એમએમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાવોલ અને ડાવોલની પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ડાવોલની પ્રાથમિક શાળામાં કરવામાં આવી
સૌ પ્રથમ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાથમિક શાળાના મેદાનમાં ધ્વજવંદન ડાવોલ ગામની સૌથી વધુ શિક્ષણ પ્રાપ્ત કરેલી દીકરી દ્વારા અને ગામના ઉપસરપંચ એસ કે ચૌધરી સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જેસંગભાઈ ચૌધરી સાહેબે ગામના આગેવાનો દ્વારા નવીન ઓરડાનું ઉદ્ઘાટન પણ કરાવ્યું માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ડી કે ચૌધરી સાહેબે આજના પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જેસંગભાઈ ચૌધરી સાહેબે પણ આજના પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું આ કાર્યક્રમમાં ડાવોલ ગામના આગેવાન શ્રીઓ વડીલો યુવાનો બહેનો બંને શાળાના વિદ્યાર્થી મિત્રો સ્ટાફ મિત્રો એ આ કાર્યક્રમમાં હાજરી આપી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી જશુભાઈ ચૌધરી અને હિતેશભાઈ ચૌધરી એ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કર્યું આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીએ બંને શાળા પરિવારના શિક્ષક મિત્રો અને ગામ લોકોનો હૃદય પૂર્વક આભાર માન્યો.
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.