ઇમ્પેકટ ફી યોજના હેઠળ 8304 અરજી દાખલ-2218 મંજૂર : 6148 વેઇટીંગમાં - At This Time

ઇમ્પેકટ ફી યોજના હેઠળ 8304 અરજી દાખલ-2218 મંજૂર : 6148 વેઇટીંગમાં


રાજય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો રેગ્યુલર કરવા જાહેર કરવામાં આવેલી અને બીજી વખત મુદ્દત વધારવામાં આવેલી ઇમ્પેકટ ફી યોજનાની મુદ્દત હવે તા.17ના રોજ પૂરી થઇ રહી છે ત્યારે અગાઉની સ્કીમ જેટલો પ્રતિસાદ આ વખતે મળ્યો નથી. રાજકોટ સહિત રાજયના મોટા ભાગના શહેરોમાં આ વખતે ઇમ્પેકટ કાયદાના કડક નિયમોના કારણે અરજીઓ ઓછી થઇ છે અને આજ સુધીમાં રાજકોટમાં કુલ આંકડો 8304 સુધી પહોંચ્યો છે. આ પૈકી મનપાએ અત્યાર સુધીમાં 2218 અરજી મંજૂર કરી છે, તો છ હજારથી વધુ અરજીઓ હજુ ચકાસણીમાં રહેલી છે.
શહેરના 18 વોર્ડમાંથી જુદા જુદા આસામીઓેએ અનઅધિકૃત બાંધકામો રેગ્યુલર કરવા માટે અરજીઓ મૂકી છે. તેમાં સૌથી વધુ અરજી પોશ એરીયા વોર્ડ નં.8માં 745 અને મવડીના વોર્ડ નં.11માં પણ 745 થઇ છે. એ બાદ વોર્ડ નં. 1 થી 3, 7, 12, 18માં પ00થી ઉપર અને વોર્ડ નં.10ના પોશ એરીયામાં પણ 730 જેટલી અરજી આવી છે.
મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઇમ્પેકટ ફી અંતર્ગત કોર્પો.માં ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે મિલ્કતધારક અરજી મુકી શકે છે. આ વખતે પાર્કિંગ સહિતના નિયમોમાં કોઇ છુટછાટ સરકારે આપી ન હતી. આવા ઘણા નિયમના કારણે વાસ્તવમાં જેટલા બાંધકામો છે તેના પ્રમાણમાં ખુબ ઓછી અરજીઓ આવ્યાનો અંદાજ છે.
ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ કાયદો જાહેર થયો હતો અને બે વખત મુદ્દત વધી હતી. રાજકોટ મનપામાં 464ર અરજી ઓનલાઇન અને 3661 અરજી ઓફલાઇન થઇ છે. અનુક્રમે 1003 અને 1213 અરજી મંજૂર થઇ છે. ઓનલાઇનમાં 47 અને ઓફલાઇનમાં ર8 અરજી નામંજૂર થઇ છે. ઓનલાઇન આવેલી 3155 અને ઓફલાઇન આવેલી 2924 અરજીની ચકાસણી થઇ છે. પરંતુ મંજૂરીની પ્રક્રિયામાં છે.
હવે આ યોજના હેઠળ અરજી કરવા માટે માત્ર પાંચ દિવસ બચ્યા છે. છેલ્લા દિવસે પણ ઓનલાઇન અરજી થઇ શકે છે. રાજકોટમાં તા.11-12-23ની સ્થિતિએ વોર્ડ નં.8માં સૌથી વધુ 74પ અરજી આવી છે. અમીન માર્ગ સહિત કાલાવડ રોડ ટચ પોશ એરીયા તેમાં આવે છે. મવડીના વોર્ડ નં.11માં પણ 74પ અરજી આવી છે. યુનિ. રોડ સહિતના ન્યુ રાજકોટના વિસ્તારમાં પણ 730 અરજી આવી છે.
અન્ય વધુ અરજીવાળા વોર્ડમાં ગાંધીગ્રામને લાગુ વોર્ડ નં.1માં 542, એરપોર્ટ રોડ સહિતના વોર્ડ નં.રમાં પ67, રેલનગર, જંકશન સહિત વોર્ડ નં.3માં પ61, જુના રાજકોટના વેપારી વિસ્તાર વોર્ડ નં.7માં 581, 150 ફુટ રોડ લાગુ સાધુ વાસવાણી રોડ સહિતના વોર્ડ નં.9માં 679 અરજીઓ દાખલ થઇ છે.
વાવડી સહિતના વોર્ડ નં.12માં 536, કોઠારીયાના વોર્ડ નં.18માં 510 અરજી આવી છે. ગોંડલ રોડ પરના વોર્ડ નં.13માં 432, કેનાલ રોડ, ગુંદાવાડી, સોરઠીયાવાડી સહિતના વોર્ડ નં.14માં 349 અરજી આવી છે. મુદ્દતમાં અરજી આવી જાય એટલે તે બાદ તે અરજી મંજૂરીને પાત્ર બને છે. થોડા સમયમાં ટીપી શાખા ઇન્વર્ડ અરજી નિકાલ કરવાની સત્તા ધરાવે છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.