રાજકોટનાં જંગલેશ્વરમાં ફરી 7 વર્ષની માસૂમને શ્વાનનાં ટોળાએ ઘેરી, બાળકીએ ચીસો પાડતા જીવ બચ્યો, લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ - At This Time

રાજકોટનાં જંગલેશ્વરમાં ફરી 7 વર્ષની માસૂમને શ્વાનનાં ટોળાએ ઘેરી, બાળકીએ ચીસો પાડતા જીવ બચ્યો, લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ


તાજેતરમાં રાજકોટનાં જંગલેશ્વરમાં બાળકીને શ્વાનનાં ટોળાએ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે મનપા તંત્રએ બીજા દિવસે બેકાબૂ શ્વાનોને પકડવા ટીમો ઉતારી હતી. ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને હડકાયા બનેલા 10 શ્વાન પકડ્યાનો દાવો કર્યો હતો. જોકે, આજે ગણતરીનાં દિવસોમાં ફરી એક 7 વર્ષની માસૂમને શ્વાનનાં ટોળાએ ઘેરી લીધી હતી. સદ્દનસીબે બાળકીએ ચીસો પાડતા આ શ્વાનનું ટોળું હુમલો કર્યા વિના ભાગી છૂટ્યું હતું તેમજ બાળકીનો જીવ બચ્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થતા તેનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેને લઈ મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી નાટક હોવાની અને આ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોવાની ચર્ચા ચાલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.