પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,ભાવનગર મંડલ દ્વારા મંદબુદ્ધિ બાળકોને રમતગમતની સામગ્રી ભેંટ કરવામાં આવી હતી
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,ભાવનગર મંડલ દ્વારા મંદબુદ્ધિ બાળકોને રમતગમતની સામગ્રી ભેંટ કરવામાં આવી હતી
વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન(WRWWO)ભાવનગર ડિવિઝન દ્વારા ગુરુવારે ભાવનગરના સરદારનગર સર્કલ પાસે સ્થિત માનસિક રૂપથી દિવ્યાંગ બાળકો માટેની વિશેષ શાળા અંકુરના બાળકોને રમતગમતના સાધનો ભેટમાં આપ્યા હતા,જેની તેમને ખાસ જરૂરિયાત હતી.પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન(WRWWO)ભાવનગર ડિવિઝનના અધ્યક્ષા શ્રીમતી સંતોષી.જીના માર્ગદર્શન હેઠળ અંકુર શાળાના બાળકોને રૂ.25000 ની સામગ્રી જેવી કે બેટબોલ, કેરમબોર્ડ,વોલીબોલ,યોગા મેટ,બેડમિન્ટન,ટેબલ ટેનિસ રેકેટ,ફૂટબોલ વગેરે જેવી રમતો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના સેક્રેટરી શ્રીમતી પ્રમિલા પ્રસાદ અને ટ્રેઝરર ઈશા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન(WRWWO)ભાવનગર ડિવિઝનના પ્રમુખ શ્રીમતી સંતોષીજીએ તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને તેમને શુભેચ્છા પાઠવી. બાળકો આ સામગ્રી મેળવીને ખૂબ જ ખુશ હતા.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.