હવે નવા કામો હાથ પર લેતી મનપા, એકસાથે 143 ટેન્ડર - At This Time

હવે નવા કામો હાથ પર લેતી મનપા, એકસાથે 143 ટેન્ડર


આચારસંહિતા બાદ નવા કામ બહાર પાડવાની મળી તક

રાજકોટ મહાનગરપાલિકાએ એક સાથે 143 ટેન્ડર પ્રસિધ્ધ કરી દીધા છે. અલગ અલગ શાખાના આ ટેન્ડરમાં અમુક રી ટેન્ડર પણ છે જે 3 મહિના પહેલા કરાયા હતા. આચારસંહિતાને કારણે મનપા 3 મહિના સુધી નવા ટેન્ડર કરી શકી ન હતી. તેથી આ સમય દરમિયાન ટેન્ડર તૈયાર કરવા પણ ધ્યાન અપાયુ હતું. આ બધા ટેન્ડર તૈયાર થઈ જતા હવે પ્રસિધ્ધ કરીદેવાયા છે.

આચારસંહિતા લાગુ થવાનો સમય નજીક હતો ત્યારે મનપાએ સૌથી પહેલા શક્ય એટલા વધુ ટેન્ડર તૈયાર કરી પ્રસિધ્ધ કર્યા હતા કારણ કે ચૂંટણીમાં નવા કામો જાહેર કરી શકાય નહિ. 160થી વધુ ટેન્ડર પ્રસિધ્ધ કરાતા નિયમ મુજબ હવે ચૂંટણીમાં તે ટેન્ડરની વિવિધ પ્રક્રિયા કરી શકાય પણ પ્રાઈઝ બિડ ખોલી શકાય નહિ તેથી મનપાએ સૌથી પહેલા તે સ્તરનું કામ પૂર્ણ કરી દીધું અને બાદમાં નવા ટેન્ડર બનાવવા તૈયારી કરી હતી. જેથી આચારસંહિતા પૂરી થતા જ સૌથી પહેલા ટેન્ડર ખોલવાનું કામ હાથ પર લેવાયું અને ધડાધડ ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવાયા છે. 143 ટેન્ડર બહાર પાડ્યા છે જેમને ભરવાની છેલ્લી તારીખ જુલાઈ માસની છે. આ સમયે વરસાદનો માહોલ હોવાથી મોટાભાગના કામ ચાલુ થઈ શકે નહિ તેથી આ સમયનો ઉપયોગ ટેન્ડર ખોલીને વર્કઓર્ડર સુધીની વહીવટી પ્રક્રિયા કરવામાં થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.