અમરેલીનો વર્ષો જૂનો સિવિલ હોસ્પિટલના રોડનો પ્રશ્ન બનશે ભૂતકાળ, નાયબ દંડક કૌશિક વેકરીયાના હસ્તે રોડનું ખાતમુહૂર્ત થયું - At This Time

અમરેલીનો વર્ષો જૂનો સિવિલ હોસ્પિટલના રોડનો પ્રશ્ન બનશે ભૂતકાળ, નાયબ દંડક કૌશિક વેકરીયાના હસ્તે રોડનું ખાતમુહૂર્ત થયું


અમરેલીનો વર્ષો જૂનો સિવિલ હોસ્પિટલના રોડનો પ્રશ્ન બનશે ભૂતકાળ, નાયબ દંડક કૌશિક વેકરીયાના હસ્તે રોડનું ખાતમુહૂર્ત થયું

અમરેલી શહેરનો વર્ષો જૂનો પ્રશ્ન અને સિવિલ હોસ્પિટલની પાછળથી પસાર થતો આરોગ્ય વિભાગ હસ્તકનો રોડ અંદાજિત રૂ. ૧.૫ કરોડના ખર્ચે નવો બનશે. શહેરીજનોનો વર્ષો જૂનો પ્રશ્ન અમરેલીના કર્તવ્યબદ્ધ ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ ઉકેલ્યો છે. શહેરીજનોની વર્ષો જૂની માંગણીને ધ્યાને લેતા આ કાચા રોડને ગાંધીનગર ખાતેના પ્રોજેક્ટ ઇમ્પલીમેન્ટેશન વિભાગ દ્વારા મંજૂર કરાવી અને નાયબ દંડક વેકરીયાએ શહેરીજનોની માંગણી સંતોષી છે.

આ રોડનું શુક્રવારે નગરપાલિકાના પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, નગરપાલિકાના સભ્યો અને શહેર ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ૪૬૨ મીટર લાંબો અને ૮ મીટર પહોળો આ રસ્તો તૈયાર થઈ જતા સિવિલની પાછળના ભાગથી વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સ અને અમરેલીના નગરજનોને આવન જાવન માટે ઉપયોગમાં લઈ શકાશે. હાલ આ કાચા માર્ગમાં ચોમાસામાં પાણી ભરાઈ જતા શહેરીજનોને સમસ્યા સર્જાઈ રહી હતી. આ અંગે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને અવારનવાર રજૂઆતો મળી હતી જેને યોગ્ય મંચ પર મોકલવામાં આવતા તેનું ઉચ્ચ કક્ષાએથી નિરાકણ લાવવામાં સફળતા મળી છે. આગામી દિવસોમાં અમરેલીના અન્ય પાયાના પ્રશ્નોનું આ જ ત્વરાએ નિરાકરણ લાવી અને શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.