4 લાખનું દેણુ થઇ જતા આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ - At This Time

4 લાખનું દેણુ થઇ જતા આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ


કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતા કેતન નાથાભાઇ ભટ્ટી (ઉ.વ.46) આજે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાની ઘરે હતા ત્યારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં પ્રાપ્ત વિગત મુજબ કેતનભાઇ ઘર પાસે જ ક્ષૌર ધર્મની કેબીન ધરાવે છે. તેઓને ડાયાબીટીસની બીમારી હોય તેમજ તેઓને ચાર બહેનોમાંથી એક બહેનના લગ્ન માટે પૈસા ઉછીના અને વ્યાજે લીધેલા હોય જે મામલે ચાર લાખનું દેણુ થઇ જતા કંટાળીને પગલુ ભર્યાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસે કેતનભાઇનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.